રાજકોટ નીલસીટી રિસોર્ટ ખાતે કોંગ્રેસના ‘બોલશે ગુજરાત’ કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણા શરૂ કર્યા છે. વિપક્ષનેતા પરેશ ધાનાણી સહિત સૌરાષ્ટ્રના 23 ધારાસભ્યોના ધરણામાં ભાગ લઈ રહ્યા છે. ‘બોલશે ગુજરાત’ કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણામાં વિજબીલ અને ખાનગી શાળાઓની ફી માફી સહિત મુદ્દે ધરણા કરવામાં આવી રહ્યા છે. હાલ હાર્દિક પટેલે જણાવતા કહ્યું છે કે,” 4 દિવસ પહેલા અમદાવાદના મેયરે કેરીના ઉત્સવમાં ભાગ લીધો હતો, એફઆઈઆર નોંધાઈ ન હતી.”
Gujarat:Congress leaders stage protest over FIR filed against owner of Neel’s City Resort,Rajkot where party MLAs are lodged.Hardik Patel says,”4 days ago Ahmedabad Mayor participated in mango festival,no FIR was filed. It’s being done against us,as we’re raising people’s voice”. pic.twitter.com/AUzYFO4UpY
— ANI (@ANI) June 7, 2020
નીલસીટી રિસોર્ટમાં 23 ધારાસભ્યો પૈકી 3 ધારાસભ્યો હાજર નથી રહ્યા. અને 20 ધારાસભ્યો ઉપસ્થિત છે. કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા બીમાર છે એ માટે હાજર નથી. તળાજાના કનુભાઇ બારૈયા જે ઘરે જ આરામ પર છે. અને ભીખાભાઇ જોશી મોતિયા ઓપરેશન કારણે ઘરે છે.
ખરીદ પરોતથી બચવા કોંગ્રેસના MLA જ્યાં ભેગા થયા છે એ રાજકોટના રિસોર્ટના મેનેજર સામે સરકારે અર્થાત પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હોવાની વાત સામે આવી રહી છે. સૌરાષ્ટ્રના ધારાસભ્ય નિલ્સ સીટી રિસોર્ટમાં રાખવાનો મામલો- ગાંધીગ્રામ પોલીસે નિલસીટી રીસોર્ટના મેનેજર, માલિક અને તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અનલોક 1માં હોટેલ/ક્લબ/રિસોર્ટને ખોલવાની મજૂરી નહીં હોવા છતાં ખોલતા ગુનો નોંધાયો હોવાાનું
કલમ 188 અને કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
માહિતી મુજબ રાજકોટ ખાતે આવેલ નિલસીટી રિસોર્ટમાં કોંગી ધારાસભ્યો ધરણાં પર છે. વીજબીલ માફી, ખાનગી શાળાની ફી મામલે વિરોધ કરવામાં આવશે. રિસોર્ટમાં જ ધરણાં યોજી કોંગી ધારાસભ્યો વિરોધ કરશે. આપણે જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના 23 ધારાસભ્યો નિલસીટી રિસોર્ટમાં છે જે વિપક્ષનેતા પરેશ ધાનાણી સહિત ધરણા કરશે. ધારાસભ્યોને 18 તારીખ મોડી રાત્રી સુધી નિલસીટી રિસોર્ટમાં જ રાખવામાં આવે તેવી શકયતા છે. ‘બોલશે ગુજરાત’ કાર્યક્રમ હેઠળ સરકાર સામે કોંગી ધારાસભ્યો ધરણા કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news