સરકારની વધી ચિંતા: કૃષિ આંદોલનને લઈને રાકેશ ટિકૈતે આપી ચિમકી, કહ્યું કે સરકાર…

ખેડૂત આંદોલન અંગે ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતનું મોટુ અને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે જણાવતા કહ્યું છે કે, ખેડૂતો પાછા નહિ ફરે, તે જ્યાં છે ત્યાં જ રહેશે. સરકારને અમારી સાથે વાતચીત કરવી જોઈએ.

રાકેશ ટિકૈતે કહ્યું છે કે અમે 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત બોલાવી છે. આગળના જે પણ નિર્ણય લેવામાં આવશે તે આ પંચાયતમાં લઈશું. બે મહિનાઓ સમય સરકાર પાસે છે. પોતાનો નિર્ણય સરકાર લેશે અને અમે પણ અમારો નિર્ણય લઈશું.

રામપુર પહોંચેલા રાકેશ ટિકૈતે જણાવતા કહ્યું છે કે, અમે અત્યારે ખેડૂતોના હાલચાલ પૂછવા માટે આવ્યા છીએ. હાલમાં વરસાદે પણ વિરામ લીધો છે. જો અમે પેટ્રોલ અને ડીઝલને લઈને આંદોલન કરી રહ્યા છીએ તો સરકાર કહી રહી છે કે મોંઘવારી સાથે તમારે શું લેવા દેવા? ખેડૂતો પોતાના ખિસ્સામાંથી ખરીદી કરી રહ્યા છે તો શું સરકાર તેમના પર સબસીડી આપશે કે નહિ. સાથે સાથે શેરડીની ખરીદી નથી થઈ રહી અને દેશના ખેડૂતોની હાલત ખુબ જ ગંભીર છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે સરકાર જે કાયદો લાવી છે. તેનાથી વધુ નુકસાન થયું છે અને હજુ પણ થશે. રાકેશ ટિકૈતે સાથે જણાવતા કહ્યું છે કે, સરકાર ખેડૂત વિરોધી કાયદા પાછા લે અને ખેડૂતો સાથે બેસીને વાત કરે. જો આમ નહિ કરવામાં આવે તો આંદોલન અમારું યથાવત જ રહેશે.

ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર અમારું સાંભળતી નથી. ત્યારે હવે ખેડૂતો ક્રાંતિકારી રીતે આંદોલન કરીશું તો જ સરકાર સાંભળશે. પરંતુ અમે તે કરવા નથી માંગતા અને દેશમાં શાંતિ જાળવવા ઈચ્છીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *