હમણાં થોડાં જ દિવસ પહેલાં એટલે કે 3 ઓગસ્ટને સોમવારનાં રોજ રક્ષાબંધનનાં પર્વની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. આ ઉત્સવમાં બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધીને બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આવી જ એક ઘટના સામે આવી રહી છે, કે જેમાં ભાઈ પોતાની બહેનની રક્ષા કરી રહ્યો છે. સોમવારનાં રોજ સમગ્ર દેશમાં રક્ષાબંધનનાં પર્વની ઉજવણી થઇ હતી.
આ દિવસને ભાઈ-બહેનનાં પ્રેમનાં પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. ભારતની સાથે સાથે બીજાં દેશોમાં પણ રક્ષાબંધનનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકામાં જે માત્ર 6 વર્ષનાં બાળકે કૂતરાનાં હુમલાથી પોતાની બહેનને બચાવવાનાં ચક્કરમાં તેનાં જ મોઢા પર કુલ 90 ટાંકા લગાવવા પડ્યા હતાં.
તેણે પણ પોતાની બહેન પાસેથી રાખડી બંધાવી હતી. જેની થોડી તસવીર હમણાં જ સામે આવી રહી છે. બાળકની કાકીએ આ તસવીરને શેર કરતાં લખ્યું હતું, કે મને ભાઈઓ તથા બહેનોની એકબીજાની રક્ષા કરવાની આ ભાવના ખૂબ જ ગમી છે.
માત્ર 6 વર્ષનાં બ્રીઝરે જ્યારે પોતાની બહેનનો જીવ બચાવ્યો હતો એ આજે તમામ ઘરમાં જાણીતો થઇ ગયો છે. તેણે જણાવતાં કહ્યું હતું કે, જો કોઇએ મરવાનું હોય તો એ હું હતો, નહીં કે મારી બહેન. હવે, આ બાળક ફરી એકવાર ચર્ચામાં આવી રહ્યો છે. એની આન્ટીએ ફરી એક વાર તસવીર પોસ્ટ કરી છે, કે જેમાં તે તથા એની બહેન પણ રક્ષાબંધનનાં પર્વની ઉજવણી કરી રહ્યા છે.
તેની આન્ટીએ જણાવ્યું હતું કે, બ્રીઝરની સ્ટોરી વિશ્વનાં ઘણાં દેશોમાં ચર્ચામાં આવી છે. જેમ કે, મેક્સિકો, બ્રાઝિલ, ઈરાન, સાઉથ આફ્રિકા, જાપાન, ભારત. આ દેશોની સાથેનાં અમારા સંપર્કથી અમને ત્યાંની સંસ્કૃતિ વિશેની પણ જાણ થઇ હતી.
જ્યાં ભારતમાં એક ભાઈનો એની બહેન માટેનાં પ્રેમનાં પ્રતીક તરીકે રક્ષાબંધનનાં પર્વની ઉજવણી કરવામાં આવે છે. અંગ્રેજીમાં ‘રક્ષા’ શબ્દનો અર્થ થાય છે – ‘પ્રોટેક્ટ કરવું’. બંધનનો અર્થ થાય છે બોન્ડ. આ દિવસે એક બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધે છે.
જે પ્રેમનું પ્રતીક રહેલું છે, કે ભાઈ એની બહેનની રક્ષા હંમેશા માટે કરશે. બહેને બાંધેલ રાખડી ભાઈને ખરાબ સંગતોથી પણ દૂર રાખશે તથા તેની રક્ષા પણ કરે છે. મને એ વાતથી આનંદ થાય છે કે, અમે આજે રક્ષાબંધનનાં પર્વની ઉજવણી કરી રહ્યા છે.
મને એ વાતથી આનંદ થાય છે કે, આ પર્વની ઉજવણી ભાઈ-બહેન એકબીજાની કેર કરે છે. અમે અમારા ઘરે બીજાંને પણ આમંત્રિત કર્યા હતાં. જેઓ આની ઉજવણી કરવાં ઈચ્છતા હતા. હું એ બધાં જ લોકોનો આભાર માનું છું, કે જેમણે મને આ દિવસ અંગે અવગત કરાવી હતી.
9 જુલાઇએ એક જર્મન શેફર્ડ મિક્સ બ્રીડનાં કૂતરાએ બ્રીઝરની માત્ર 4 વર્ષની બહેન પર હુમલો કરી દીધો હતો. પોતાની બહેનને બચાવવા માટે બ્રીઝર વચ્ચે આવી ગયો હતો. જેમાં તેનાં મોઢા પર કુલ 90 ટાંકા પણ આવ્યા હતાં તથા એની સર્જરી પણ કરવી પડી હતી. આ ઘટના અમેરિકામાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP