શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસ તબિયત કથળી ગઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ પછી, ડોક્ટરને બોલાવવામાં આવ્યા છે અને તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પોઝીટીવ મળી આવ્યા હતા. નૃત્ય ગોપાલદાસ હાલમાં મથુરામાં છે. આગ્રાના સીએમઓ અને તમામ તબીબો નૃત્ય ગોપાલદાસની સારવાર માટે પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દરમિયાન નૃત્ય ગોપાલદાસ મથુરા આવે છે. મથુરાની મુલાકાત દરમિયાન આજે તેમની તબિયત લથડી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેઓ કોરોના પોઝીટીવ મળી આવ્યા છે
નોંધપાત્ર વાત એ છે કે, અયોધ્યામાં રામલાલાના બે પુજારી અયોધ્યામાં કોરોના ચેપ લાગ્યાં હતાં. આ સિવાય ઘણા પોલીસકર્મીઓને પણ કોરોના પોઝિટિવ જણાયા હતા. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. માસ્ક અને સામાજિક અંતર અનુસરવામાં આવ્યા હતા.
દેશમાં લગભગ 24 લાખ કોરોના કેસ છે
આ સમયે, દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 24 લાખની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં, લગભગ 67 હજાર નવા કેસ નોંધાયા છે અને 942 લોકોનાં મોત નીપજ્યાં છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ મુજબ, દર્દીઓની કુલ સંખ્યા 23 લાખ 96 હજાર 637 છે.
કોરોનાથી 47 હજાર 33 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી અત્યાર સુધીમાં 16 લાખ 95 હજાર 982 લોકો સાજા થયા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા 6 લાખ 53 હજાર 622 છે. માહિતી અનુસાર, દેશમાં કોરોનાથી સરેરાશ રીકવરી દર 70 ટકાથી વધી ગયો છે. આ સાથે દેશભરમાં એક જ દિવસમાં મહત્તમ 7 લાખ 33 હજાર 449 પરીક્ષણો કરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP