સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશીલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યા હતાં. જેમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં રામ વાઘણીએ પણ કુદકો લગાવ્યો હતો. જો કે સદનસીબે રામને જરા સરખી પણ ઈજા થઈ નહોતી.
છ મહિનાથી ક્લાસમાં આવતો
15 વર્ષિય રામ વાઘાણીએ જણાવ્યું હતું કે, તે છ મહિનાથી ક્લાસમાં આવતો હતો. સાડા ચારનો ટાઈમ હતો પરંતુ ચાર વાગ્યે આવી ગયેલો. ધુમાડા દેથતા બારીમાંથી નીચે જોયુ ત્યારે લોકો આમતેમ દોડતા હતાં. જેથી તે નીચે જાય તે પહેલાં આગના કારણે ઉપર જતો રહ્યો હતો.
કુદવાનો રસ્તો મળતા માર્યો કુદકો
‘હું આલોહા નામે ચાલતા માઇન્ડ ફ્રેશ એટલે કે મેન્ટલી ડેવલપ ક્લાસિસમાં હતો તે વખતે ઘુમડા દેખાયા. અમારા મેડમ જેનીશાબહેન સાથે હું પણ બહાર નીકળ્યો. ત્રીજા માળે પહોંચ્યો. ત્યાંથી મેડમ ગાયબ થઇ ગયા. મારી પાસે ત્રીજા માળેથી કૂદવાનો એક જ રસ્તો હતો. હું કૂદી ગયો. ભગવાને કર્યું ને મને લેશમાત્ર ઇજા થઈ નથી. આ રહ્યો હું તમારી સામે. :-રામ વાઘાણી (ઉ.વ.15)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.