રામાયણ સિરિયલની ‘સીતાજી’ ગુજરાતથી લડી શકે છે લોકસભા ચૂંટણી- દીપિકા ચીખલિયાને ભાજપ ઉમેદવાર બનાવે તેવી શક્યતા

Loksabha Election 2024: ગુજરાત ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની(Loksabha Election 2024) તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂૂપે થોડા દિવસ પહેલા જ તમામ 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલય ખોલી દેવામાં આવ્યા છે. મળતી વિગત પ્રમાણે, રામાયણ સિરિયલના સીતાજી ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી લડી શકે છે. ભાજપ દીપિકા ચીખલિયાને ચૂંટણી લડાવાની તૈયારી કરી રહ્યું છે.નોંધનીય છે કે દીપિકા ચિખલીયા વડોદરાના સાંસદ રહી ચૂક્યા છે.

દીપિકા ચીખલિયા ઉતરી શકે છે મેદાનમાં
ભાજપ ગુજરાતમાંથી જ દિપીકા ચિખલીયાને લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે. ગુજરાતથી દિપીકા ચિખલીયા ચૂંટણી લડે તેવી સંભાવના છે. ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક પણ બની શકે છે.દેશ ભરમાં હાલ રામમંદિર બનવા બદલ આનંદનો માહોલ છે. માહોલનો વધુ લાભ મેળવવા ભાજપ દીપિકા ચીખલિયાને ચૂંટણી જંગમાં ઉતારવા માંગે છે. શિક્ષિત યુવા તરીકે દીપિકા ચીખલિયાની ભાજપ પસંદગી કરી શકે છે. ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક પણ બની શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Dhiraj Mishra (@idhirajmisra)

1991માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
ગુજરાતી મૂળના હોવાથી સેલિબ્રિટી ક્વોટામાં દીપિકા ચીખલિયાની પસંદગી કરવામાં આવી શકે છે.શિક્ષિત યુવા તરીકે ભાજપ દીપિકા ચીખલિયાની પસંદગી કરી શકે છે. ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક પણ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ચીખલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે રાજનીતિમાં પણ કામ કર્યુ છે. રામાયણ સીરિયલ બાદ તરત તેઓ ભાજપમાં જોડાયા હતા અને 1991માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે તે સમયે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે રાજકીય કરિયર આગળ વધારી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. રિપોર્ટ્સ અનુસાર દીપિકા ચિખલિયાના લગ્ન 23 નવેમ્બર 1991ના રોજ હેમંત ટોપીવાલા સાથે થયા હતા. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમની કંપનીનું નામ છે – ‘શ્રીનગર બિંદી’. જે કોસ્મેટિક બ્રાન્ડ છે. દીપિકા અને હેમંતના લગ્નને 32 વર્ષ થયા છે. તેમને જુહી અને નિધિ નામની બે પુત્રીઓ પણ છે.