હાલમાં ટોકિયો ઓલમ્પિક ચાલી રહી છે. આ ઓલમ્પિકમાં ભારતને એક સિલ્વર મેડલ મળી ચુક્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર આનંદનાં સમાચાર સામે આવ્યા છે. પ્રી ક્વાર્ટર ફાઈનલ શૂટ ઓફમાં દીપિકા 6-5થી પેરુવાને હરાવાની સાથે-સાથે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી પણ ગઈ છે.
આની સાથે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર સૌપ્રથમ ભારતીય તીરંદાજ બની ગઈ છે. અહીં નોંધનીય છે કે, આની અગાઉ પણ મિશ્રિત યુગલના પ્રદર્શનને ભૂલાવતા વિશ્વની નંબર વન મહિલા તીરંદાજ દીપીકા કુમારીની વ્યક્તિગત સ્પર્ધાથી ઝારખંડ તીરંદાજોનો ઉત્સાહ વધ્યો છે.
ઓલમ્પિકના મેડલ્સ જીતવામાં સફળ રહે એવી આશા રહેલી છે :
વ્યક્તિગત સ્પર્ધામાં દીપિકા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે તેમજ એવી આશા રહેલી છે કે, તે ઓલમ્પિકના મેડલ્સ જીતવામાં સફળ રહેશે. મેડલ્સથી દીપિકામાં હવે થોડાક પગલાનું અંતર રહેલું છે. ઝારખંડના તીરંદાજ પોતાની દીદીની જીતથી પ્રાર્થના કરી રહ્યા છે. ઝારખંડના તીરંદાજોને આશા રહેલી છે કે, આ વખતે ઝારખંડની દીકરી ભારત માટે તીરંદાજીમાં સૌપ્રથમ મેડલ જીતનારી બનશે.
દીદીએ જે સમતુલન બનાવ્યું છે તે વખાણવા લાયક:
રાષ્ટ્રીય ખેલાડી જ્યોતિ કુમારી જણાવે છે કે, વ્યક્તિગત સ્પર્ધામાંની ભારે તેજ હવાની વચ્ચે દીદીએ જે સમતુલન બનાવ્યું છે તે ખુબ વખાણવા લાયક છે. તેજ હવાની વચ્ચે પોતાનુ સંતુલન બનાવી રાખવું આસાન હોતુ નથી પણ દીપીકા દીદીએ તે કરી બતાવ્યું છે. તેમની માનસિક શક્તિ ખુબ મજબૂત છે. તેઓ અન્ય ખેલાડીઓથી અલગ કરે છે.
હજું આ પડકારો બાકી :
રાષ્ટ્રીય પ્રશિક્ષક રોહિત કુમાર જણાવતા કહે છે કે, દીપિકા કુમારી અને અતાનુ દાસથી આશા વધી ગઈ છે. બન્ને એ નેક્સ સ્પર્ધા જીતવાની રહેશે. પછી ભલે તે સ્પર્ધા કોરિયાના તીરંદાજો સાથે હોય કે પછી અન્ય કોઈ સાથે. દીપીકાનો આ ત્રીજો ઓલમ્પિક છે તેમજ તેના અનુભવોની સાથે તે ખુબ સારુ કરી રહી છે.
ઝારખંડ સહિત સમગ્ર દેશની નજર દીપિકા પર રહેલી છે. છેલ્લી 16મી સ્પર્ધામાં દીપિકાનો સામનો રશિયાની તીરંદાજ પેરોવા સેનિયા સાથે થશે. જો કોઈ ઉલટફેર ન થાય તો તે અંતિમ 8માં દીપિકા જીતીને પહોંચે છે તો તેનો સામનો કોરિયાની તીરંદાજ સાથે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.