Rander police showed humanity: સુરત રાંદેર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સાયકલ પર આઈસ્ક્રીમ ફેરી કરતા શ્રમજીવીને નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર કરવામાં આવી હતી. આઈસ્ક્રીમની ફેરી કરતા શ્રમજીવીની જીવાદોરી સમાન સાયકલ તૂટી જતા આધેડ દ્વારા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પોલીસ મથક ગયા હતા. જ્યાં રાંદેર સી ટીમ દ્વારા શ્રમિકને નવી સાયકલ ખરીદી આપવામાં આવી હતી. જેથી તેઓ તેમનાં પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાંદેર પોલીસ ટીમ(Rander police showed humanity) દ્વારા શ્રમિક યુવકને નવી સાયકલ ખરીદી આપતા ફેરિયાની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યા છે.
શ્રમિક આઈસ્ક્રીમ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે
આ બાબતે શ્રમજીવી પુષ્પરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, હું જઈ રહ્યો હતો તે દરમ્યાન મારી સાથે અકસ્માત સર્જાતા મારી સાયકલ તૂટી જવા પામી હતી. જે બાદ પોલીસ મથકે ગયો હતો. ત્યારે મારા માટે સાયકલ કામની હતી. હું સાયકલ પર ફરીને આઈસ્ક્રીમ વેચું છું.
તેમજ મારા પરિવારમાં પાંચ બાળકો છે. ઉનાળાની સીઝનમા આઈસ્ક્રીમ વેચી હું મારા પરિવારનું ગુજરાન ચાલવી રહ્યું છે. તેમજ શ્રમિક દ્વારા પોલીસ કર્મચારીઓનો આભાર માનવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનનાં PSI હર્ષિકાબા જાડેજાએ જણાવ્યું છે કે, ગઈ કાલે આ દાદા અહી આવ્યા હતા. જેઓ સાયકલ પર આઈસ્ક્રીમ વેચી રહ્યા છે.
કોઈ ગાડી વાળાએ તેમની સાયકલને ટક્કર મારી હતી. જે બાદ અમે CCTVમાં ગાડી ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતું જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં કોઈ CCTV કેમેરા ન હતા. આ સમગ્ર બાબતે સોનારા સાહેબને વાત કરી હતી. ત્યારપછી સાહેબનાં કહેવા અનુસાર શ્રમજીવીને સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે સાયકલ તેમને ગિફ્ટમાં આપી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App