ઉત્તરાખંડમાં (Uttrakhand) ભાજપના શાસક ધારાસભ્ય મહેશ નેગી (Mahesh Negi) ઉપર એક મહિલા એ બળાત્કારનો આરોપ લગાવીને રાજ્યના રાજકારણને ગરમ કર્યું છે. મહિલાએ અહીંની નહેરુ કોલોની પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્યએ વર્ષ 2016 થી નૈનિતાલ, દિલ્હી, મસૂરી અને દહેરાદૂન જેવા જુદા જુદા સ્થળોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે, તેની પાસે ધારાસભ્યની એક બાળકી પણ છે અને તેનો ડીએનએ ટેસ્ટ પણ કરી શકો છો.
મહિલાએ કહ્યું છે કે, હું મારી માતાની માંદગીની સારવારના સંબંધમાં ધારાસભ્યને મળી હતી. આ અગાઉ ધારાસભ્યની પત્ની રીટા નેગીએ (Reeta Negi) પણ મહિલા પર પતિને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવતા નહેરુ કોલોની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. રીટાએ આરોપ લગાવ્યો છે કે, મહિલા મારા પતિને બદનામ કરી રહી છે. ધારાસભ્યની પત્નીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, મહિલા અને તેના પરિવારજનો તેમના પતિને બ્લેકમેલ કરી રહ્યા છે અને 50 કરોડની માંગણી કરી રહ્યા છે.
રાજ્યના પોલીસ નિયામક, કાયદો અને વ્યવસ્થા, અશોક કુમારે જણાવ્યું હતું કે, આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રિતમસિંહે પણ કેસનો આરોપ લગાવનાર મહિલાની છોકરીનું ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. સિંહે કહ્યું, “આ વિષય ખૂબ ગંભીર છે કે એક મહિલા ધારાસભ્ય પર શારીરિક શોષણનો આરોપ લગાવી રહી છે અને આ દરમિયાન એક બાળકીનો જન્મ પણ થયો છે.” બાળકની ડીએનએ ટેસ્ટ થવી જોઈએ જેથી કેસની તળિયે પહોંચી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews