ગુજરાતના રસ્તા અને હાઇવેની હાલત ખુબ જ ખરાબ- ઠેરઠેર ભ્રષ્ટાચારના સ્વિમિંગપુલ જેવા ખાડાઓ

હાલમાં મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્રમાં મન ભરીને વરસી ચુક્યા છે. આની સાથે જ હાલમાં અતિભારે વરસાદને લીધે હાઈવે તેમજ રસ્તા પર ખાડા પડી ગયાં હોય એવી…

હાલમાં મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્રમાં મન ભરીને વરસી ચુક્યા છે. આની સાથે જ હાલમાં અતિભારે વરસાદને લીધે હાઈવે તેમજ રસ્તા પર ખાડા પડી ગયાં હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં હાલમાં ચારેયબાજુ વરસાદી માહોલ જામેલો છે, ત્યારે દેશનું પહેલું જ્યોતિર્લિંગ ગણાતું સોમનાથ સુધી બનતો ભાવનગર-સોમનાથ હાઇ-વે ની સ્તિથી અતિશય ખરાબ થઈ ગઈ છે. દર વર્ષે રસ્તો બને તો છે પરંતુ દર વર્ષે તૂટી પણ જાય છે જેને કારણે મુસાફરો પણ સરકારની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાડી રહ્યા છે.

લોકોનાં આરોપથી ફરી એકવાર રાજ્ય સરકારની છબી બગડી ગઈ છે.ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે કુલ 270 કિમીનો રોડ વરસાદમાં સાવ ધોવાઈ જ ગયો છે. રસ્તા પર ખાડા કે ખાડામાં રોડ પારખવો ઘણો મુશ્કેલ થઈ ગયો છે. મિનિટોમાં પસાર થતાં રસ્તામાં કલાકો વીતી જાય એવું છે.

નેશનલ ઓથોરિટી વિભાગ દર વર્ષે નવો રસ્તો તો બનાવીને એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરે છે. જે દર ચોમાસે પ્રજાનાં કરવેરાનાં રૂપિયા રોડ ટનાટન બનાવવાનાં નામે વપરાઈ પણ જાય છે. આની વિશે ત્યાંના સ્થાનિક લોકોને લાગી રહ્યું છે, કે રોડમાં પણ સરકાર ભ્રષ્ટચાર કરી રહી છે.

આવાં રોડ પર ચાલવું પણ ઘણું મુશ્કેલ બન્યૂ છે. દર વર્ષે સરકાર રોડ બનાવે છે તો દર વર્ષે રસ્તા તૂટે પણ છે. વાહનચાલકો પણ નાના-મોટા ખાડાઓને કારણે ખુબ જ પરેશાન પણ થઈ ગયા છે. સૌથી વધારે સમય બગડે છે વળી ઇંધણ પણ વધારે વપરાય છે.

વાહનો તૂટવાનો તેમજ અકસ્માતનો સતત ભય પણ રાહદારીઓને સતાવી રહ્યો છે. રોડ પર પણ બાઈકચાલકો પડી રહ્યા છે. આમ છતાં પણ તંત્ર ઘોર નિદ્રા અવસ્થામાં હોવાંનું લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે.વાહનચાલકો તેમજ વાહનમાં બેસનાર એમ બન્ને ઉંટની સવારી કરી રહ્યાં હોય એવો અનુભવ પણ થઈ રહ્યો છે.

રોડની સ્તિથી એટલી બધી ખરાબ થઈ ગઈ છે, કે હવે ભ્રષ્ટ તંત્ર સામે પણ લોકો સ્વંય અવાજ ઉઠાવવાં માટે જ ખુબ જ મજબૂર બન્યા છે. સરકાર પણ વિકાસની ઘણી વાતો કરી રહી છે. જે દર વર્ષે તૂટી રહેલ રોડ પરથી ભાજપ સરકારનાં વિકાસનાં દાવાઓ પણ પોકળ લાગી રહ્યા છે.

વાહનચાલકો ખરાબ રસ્તાથી હેરાન થઈ ગયાં છે. રસ્તાને લીધે સતત અકસ્માતનો ડર વાહનચાલકોને સતાવી રહ્યો છે. સ્થાનિકથી લઈને સાંસદ સુધીનાં નેતાઓ રોડ સારો તથા મજબૂત બને એની માટે ધ્યાન દેતાં જ નથી. એવો તો લોકો પણ અનુભવ કરી રહ્યા છે.

રાજુલાથી લઈને ભાવનગર સુધીનો રોડ ખૂબ જ ખરાબ હોવાંથી એ રોડ પસાર કરતાં કુલ દોઢ કલાક થાય એ જ રોડ પર આજે કુલ 4 કલાક થાય છે. જો, તંત્ર નહિ સુધરે તો લોકો સ્વંય સરકારની સામે જ ખરાબ રસ્તાનાં મામલે રોડ પર પણ ઉતરી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *