ભારતમાં બળત્કારના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશમાંથી એક ચોકાવનાર બળત્કારનો કિસ્સો સામે આવ્યો છે. મુરાદાબાદ ખાતે એક માતા અને તેની સગીર દીકરી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. બુલંદશહેરમાં 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ થયું છે. તે સિવાય મુઝફ્ફરનગરના ગામમાં એક હેવાને 15 વર્ષની સગીરાને અપહરણ બાદ બળાત્કારનો ભોગ બનાવી હતી. આમ ઉતરપ્રદેશમાંથી બળત્કારની ઘટનાઓ વધારે નજરે ચડે છે.
મુરાદાબાદના કોતવાલી વિસ્તારના રહેવાસીને પોતાની આંખ સામે પત્ની અને સગીર દીકરી સાથે અજાણ્યા વક્તિઓએ ગેંગ રેપ કર્યો હતો. 3 ગુંડાએ એક મહિલા અને તેની 11 વર્ષની સગીર દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો. મળતી માહિતી અનુસાર, બદમાશોએ ગન બતાવીને મહિલાના પતિના હાથ-પગ બાંધી દીધા હતા અને તેની આંખ સામે જ તેની પત્ની અને દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે જ જો તેઓ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.
પીડિત પરિવારે આ ઘટના અંગે બિલારી પોલીસમાં ફરિયાદ કરી હતી જેની ત્યાં અવગણના કરવામાં આવી હતી. આખરે પોલીસના ટોચના અધિકારીઓની મદદ માંગતા આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને પીડિત પરિવાર આરોપીના ડરથી ખૂબ જ ભયભીત છે.
અગાઉ બુલંદશહેરના ખુરજા નગર થાણા ક્ષેત્રમાં 18 વર્ષની યુવતી રાતના સમયે ઘરેથી બિસ્કિટ લેવા નીકળી તે સમયે એક યુવકે તેને ખેંચીને સૂમસામ જગ્યાએ લઈ ગયો હતો. બાદમાં યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યો હતો અને તે સમયે તેના 2 મિત્રોએ ચોકીદારી કરી રહ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ મુઝફ્ફરનગરના સિખેડા થાણા ક્ષેત્રમાં પણ એક 15 વર્ષની સગીરા સાથે બળાત્કારનો બનાવ સામે આવ્યો હતો. તે જ્યારે તેની માતા સાથે જંગલમાં ચારો વાઢી રહી હતી તે સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગામના અબ્બૂ બકર નામના ડોને તેના સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.