Diamond Ganesha in surat: આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે અને 365 દિવસમાં માત્ર એક જ દિવસ ભક્તો દર્શન કરી શકે છે. સુરતના ઉદ્યોગપતિ પાસે વિશ્વના દુર્લભ ડાયમંડ ગણેશજી છે જેમની પૂજા તેઓ વર્ષમાં એક દિવસ કરતા હોય છે. આ ડાયમંડ ગણેશજીની(Diamond Ganesha in surat) ખાસિયતની વાત કરવામાં આવે તો આ કોહિનૂર ડાયમંડ થી પણ મોટા છે અને બજારમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ જણાવવામાં આવે છે.
સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયા 15 વર્ષ પહેલાં બેલ્જિયમ વ્યવસાય માટે ગયા હતા અને ત્યાંથી કાચા હીરા લઈને આવ્યા હતા તે દરમિયાન તેઓના પિતાને સ્વપ્ન આવ્યું કે આ કાચા હીરામાં ગણેશજી છે અને જ્યારે તેઓએ કાચા હીરા જોયા ત્યારે તેમાં ગણેશજીની પ્રતિકૃતિ એક હીરામાં જોવા મળી ત્યારથી જે તેઓ આ હીરાને પૂજતા આવ્યા છે. અગત્યની વાત આ છે કે રફ ડાયમંડમાં ગણપતિબાપા જોવા મળે છે જે 182.3 કેરેટ છે અને જેનું વજન 36.5 ગ્રામ છે.
આમ તો ઉદ્યોગપતિ કનુભાઈ આની કિંમત જણાવતા નથી કારણ કે તેઓ અને ગણેશજીની કૃપા માને છે અને તેની પૂજા અર્ચના કરે છે અને આ ગણેશ કોઈને કોઈ કિંમતમાં પણ આપવા તૈયાર નથી તેમ છતાં જ્યારે બજારમાં આ ગણેશજી ની કિંમત ની વાત કરવામાં આવે તો આ 600 કરોડથી પણ વધુ કિંમત ધરાવે છે આ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે અને સૌથી અગત્યની વાત આ છે કે લંડન ના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફાઇડ પણ કરવામાં આવી છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મંદિરમાં આ ગણેશજીની તસ્વીર મૂકવામાં આવી છે. કનુભાઈએ કર્મ ગણેશજીની તસ્વીર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, અમિતાભ બચ્ચન બાબા રામદેવ સહિત અનેક લોકોને આપી ચૂક્યા છે એટલું જ નહીં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ આ ગણેશને જોવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.
કનુભાઈ એ જણાવ્યું હતું કે, 65 દિવસમાં માત્ર એક જ દિવસ ગણેશ ઉત્સવ ના પર્વ દરમિયાન તેઓ પૂજા અર્ચના કરે છે અને આ કર્મના દેવતા હોવાના કારણે તેમનું નામ કર્મ ગણેશા રાખવામાં આવ્યું છે. 365 દિવસ તેમને સુરક્ષિત શેપમાં મૂકવામાં આવે છે. કોહિનૂર કરતા પણ વધુ કીમતી અને વધારે કેરેટનું છે. સાથે 14 જેટલા અલગ અલગ નેચરલ સ્ટોનમાં પણ ગણેશજીની જે પ્રતિકૃતિ જોવા મળી છે તેનું પણ કલેક્શન મારી પાસે છે.
શહેરમાં ગણેશોત્સવની નહીં અનેક પ્રકારની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના એક નાગરિકે કુદરતી રીતે મળેલા સ્ટોનમાં ગણેશજીની મૂર્તિ પ્રતીત થતી હોવાને કારણે તેનો સંગ્રહ કર્યો છે.શ્રીજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે શહેરના એક વેપારી કનુભાઈ અસોદરીયાએ અનેક સ્ટોનનો સંગ્રહ કર્યો છે. માઇકનો ખોદકામ કરતી વખતે આવા અનેક કષ્ટો અને તેમને પ્રાપ્ત થયા છે જેને તેમણે સાચવીને રાખ્યા છે.
કારણકે આ સ્ટોનમાં ગણેશજીની ઝાંખી થઈ રહી છે. મહત્વની વાત એ છે કે આ સ્ટોન કુદરતી રીતે પ્રાપ્ત થયા છે. તેમાં કુત્રિમ રીતે કોઈપણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. આવા અલગ અલગ વિશેષતા ધતાવતા 7 સ્ટોન કનુભાઈ એ સાચવ્યા છે. જેમાં લીલા સ્ટોનમાં, સફેદ સ્ફટિક જેવા સ્ટોનમાં, મોતી જેવા સ્ટોનમાં અને સાત સૂંઢવાળા સ્ટોન છે.
કનુભાઈએ જણાવ્યુ છે કે, જીજેઈપીસી જયપુર ટેસ્ટીંગ લેબોરેટરી થી સર્ટિફાઈડ પીરાટે ગણેશ, ૭ સૂંઢ વાળા ક્વાર્ટ્સ ક્રિસ્ટલના ગણેશ, મોતીના ગણેશ, સેલિસેટ મિનરલના ગણેશની, ક્રિસ્ટલ અને મેલાકાઈટ ગણેશ , કિંમતી ખનીજના કેલસેડોનિ ગણેશજીનું કલેક્શન કર્યું છે. જેમાં 5 ગ્રામ થી લઈને 18 કિ.ગ્રા. સુધીના ગણેશજીના સ્ટોન છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube