વલસાડ થી સુરત જતી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભભૂકી ઉઠી આગ, દુર-દુર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Fire in Valsad to Surat train: છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ થી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટના બનતાં જ મુસાફરોને સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ અંગેની જાણકારી આપી હતી. આગ ક્યાં કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે.

મળતી માહિતી અનુસાર, વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આગ લાગવાની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં.

ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી હતી. ટ્રેનમાંથી મુસાફરોને રેલવેના અધિકારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાથી મોટી જાનહાની ટળી હતી.

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ દાહોદ આણંદ 9350 મેમુ ટ્રેનના એન્જિનમાં જેકોટ રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગની આગ બે બોગીમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. જોકે, સદનસીબે છેલ્લા ડબ્બામાં આગ લાગવાના કારણે બાકીના ડબ્બાઓનો આબાદ બચાવ થયો હતો અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ મેમુ ટ્રેન દાહોદથી ગોધરા તરફ જઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *