ઓડિશાના બાલાસોર જિલ્લામાં કાચબાની એક દુર્લભ પ્રજાતિ જોવા મળી છે, જેનો રંગ પીળો છે. આ વિડીયો ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, હજારો વખત લોકો તેને જોઇ ચૂક્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પીળા કાચબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, કાચબા પાણીના વાસણમાં તરતો દેખાય છે.
આ વીડિયો સુશાંત નંદા આઈએફએસના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે આ દુર્લભ પીળા કાચબાને ઓડિશાના બાલાસોરથી બચાવી લેવામાં આવ્યો છે.
A rare yellow turtle was spotted & rescued in Balasore, Odisha yesterday.
Most probably it was an albino. One such aberration was recorded by locals in Sindh few years back. pic.twitter.com/ZHAN8bVccU
— Susanta Nanda IFS (@susantananda3) July 20, 2020
એવું અનુમાન પણ કરવામાં આવ્યું છે કે તે કદાચ અલ્બીનો છે. એલ્બિનોનો અર્થ એ છે કે કુદરતી કારણોને લીધે કોઈ જાતિના જીવતંત્રના રંગમાં પરિવર્તન આવે છે. તે સાપમાં વધુ જોવા મળે છે.
આ ટ્વિટ પર, એક વપરાશકર્તાએ જણાવ્યું કે આ કાચબાને અલ્બીનો ઇન્ડિયન ફ્લેપશેલ કહેવામાં આવે છે અને તે 10,000 કાચબામાં એક છે. બચવાના ચાન્સ પણ ઘણા ઓછા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news