ગુજરાત(Gujarat): દેશમાં ખૂબ જ દુર્લભ એટલે કે અનોખું જ બ્લડ ગ્રુપ(Blood group) મળી આવ્યું છે. અત્યાર સુધી આપણે ચાર પ્રકારના બ્લડ ગ્રુપ જાણતા હતા. આ A, B, O અને AB છે. પરંતુ દુર્લભ બ્લડ ગ્રુપ મળ્યું, તેનું નામ EMM નેગેટિવ છે. ગુજરાતના રાજકોટ(Rajkot)માં 65 વર્ષીય વ્યક્તિના શરીરમાં આ દુર્લભ લોહી વહે છે. આ વ્યક્તિ હૃદય રોગથી પીડિત છે.
આશ્ચર્યનું કારણ એ છે કે આ દુર્લભ બ્લડ ગ્રુપ સાથે, તે ભારતમાં પ્રથમ અને વિશ્વની દસમી વ્યક્તિ છે. એટલે કે દુનિયામાં માત્ર 10 લોકો પાસે જ આ બ્લડ ગ્રુપ છે. માનવ શરીરમાં 42 વિવિધ પ્રકારની બ્લડની સીસ્ટમ હાજર છે. જેમ કે- A, B, O, RH અને Duffy. પરંતુ સામાન્ય રીતે માત્ર ચાર બ્લડ ગ્રુપ ગણવામાં આવે છે.
EMM નેગેટિવ બ્લડ ગ્રુપને 42મું બ્લડ ગ્રુપ સિસ્ટમ માનવામાં આવે છે. આ બ્લડ ગ્રુપના લોકોના શરીરમાં EMM હાઈ-ફ્રિકવન્સી એન્ટિજેનનો અભાવ હોય છે. આ બ્લડ ગ્રુપના લોકો ન તો બ્લડ ડોનેટ કરી શકે છે અને ન તો કોઈની પાસેથી લઈ શકે છે. સુરત સ્થિત સમર્પણ રક્તદાન કેન્દ્રના તબીબ સનમુખ જોશીએ જણાવ્યું કે, આ વ્યક્તિને લોહીની જરૂર છે. જેથી હાર્ટ સર્જરી કરી શકાય. કારણ કે તાજેતરમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ સર્જરી માટે લોહી મળતું નથી.
જ્યારે ડોક્ટરોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ 65 વર્ષીય વ્યક્તિ દેશનો પહેલો વ્યક્તિ છે જેને EMM નેગેટિવ બ્લડ ગ્રુપ મળ્યું છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT) એ આ બ્લડ ગ્રુપને EMM નેગેટિવ નામ આપ્યું છે કારણ કે તેમાં EMM નથી. EMM એ લાલ લોહી કોશિકાઓમાં એન્ટિજેન છે.
આ સિવાય વિશ્વનું રેરેસ્ટ બ્લડ ગ્રુપ એટલે કે બ્લડ ગ્રુપ ગોલ્ડન બ્લડ છે. તે વિશ્વમાં માત્ર 43 લોકોમાં જોવા મળે છે. જો આ બ્લડ ગ્રુપના લોકોને લોહીની જરૂર હોય તો તેમને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે દુનિયામાં આવા લોકોની અછત છે કે તેમને શોધવા ખૂબ મુશ્કેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.