રેશન ન મળતું હોય તો કરો માત્ર આટલું જ તરત જ આપી દેશે વેપારી આપને આપનાં ભાગનું રેશન … 

દેશના જુદા-જુદા સ્થળોએથી રાશનનું વિતરણ થવાંની ફરિયાદો આવતી હોય છે. બુધવારે CM યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં આવેલ કાનપુરમાં કુલ 2 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતાં. અનાજનાં વિતરણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારનાં આરોપોની ફરિયાદો પર દેશમાં લોકડાઉન હોવાથી ઘણીવાર એવું જોવામાં આવે છે, કે રેશન ડીલરો કાર્ડ ધારકોને તેમજ બિન-રેશનકાર્ડ ધારકોને તેમનો ક્વોટા અનાજ આપવામાં અવગણના કરતાં હોય છે.

આ સમસ્યાને પહોંચી વળવા ‘ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટે’ હેલ્પલાઈન નંબર પણ આપ્યો છે. જો ગ્રાહકોને લાગે કે એમનો અનાજનો હિસ્સો વેપારી દ્વારા ઓછો આપવામાં આવ્યો છે, કે નહીં તો તેઓ આ નંબર પર કોલ કરી શકશે વેપારીની સામે ફરિયાદ કરી શકે છે.

જો તમે રાશન વિતરણ અંગે કોઈ ફરિયાદ કરવા માંગતા હો, તો તમે NFSA વેબસાઇટ પર જઈ શકો છો. આ વેબસાઇટ પર મેઇલ દ્વારા અને ફોન નંબર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે. દરેક રાજ્યમાં અલગ-અલગ ટોલ-ફ્રી નંબર હોય છે. તમે N.F.S.A “https://nfsa.gov.in/portal/State_UT_Toll_Free_AA” પર હેલ્પલાઈન નંબર પર તમારા ક્ષેત્રનાં વેપારીની સામે ફરિયાદ કરી શકો છો.

લોકડાઉન બાદથી કેન્દ્ર સરકાર ‘આત્મનિર્ભર ભારત અભિયાન યોજના’ અંતર્ગત લાખો પરપ્રાંતિય મજૂરોને અનાજનું વિતરણ કરી રહી છે. આ સમય દરમ્યાન એવી ફરિયાદો આવી છે, કે જેમાં વેપારી દ્વારા ઓછુ અનાજ આપવામાં આવી રહ્યું છે.

ઉપભોક્તા અને ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અનાજનું ઓછું વિતરણ સૂચવે છે કે સ્થળાંતરીત મજૂરોની વાસ્તવિક સંખ્યા ખૂબ ઓછી હતી.આવા કિસ્સામાં, જો કોઈ કાર્ડધારકોને મફત રાશન મેળવવામાં મુશ્કેલી આવી રહી છે, તો તેઓ ‘જિલ્લા ખાદ્ય અને પુરવઠા નિયંત્રક કચેરી’ અથવા ‘રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્ર’ માં પણ ફરિયાદ કરી શકે છે.

આની માટે સરકારે ટોલ ફ્રી નંબર ‘1800-180-2087’, ‘1800-212-5512’  જારી કર્યા છે. ગ્રાહકો આ નંબર પર પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. ઘણી રાજ્ય સરકારોએ પણ અલગથી હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *