ઉંદરોથી આપણને કાયમ કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી સર્જાતી હોય છે. ક્યારેક તેઓ કશું કાપી નાખે છે. ક્યારેક કોઇ સામાન ચોરી કરી લઇ જાય છે. તો ક્યારેક ખાવા-પીવાની વસ્તુઓને ખરાબ કરી નાખે છે. પરંતુ કમ્બોડિયામાં ઉંદરો હીરો છે. કારણકે ત્યાં ઉંદરો હજારો લોકોનો જીવ બચાવી રહ્યા છે.
હમણાં હાલમાં જ કંબોડિયાના સિયેમ રીપ પ્રાંતના ત્રાપીયાંગ ક્રાસાંગ ગામમાં આ ઉંદરો એ 7,88,257 વર્ગ મીટરની જમીનમાંથી બારુદી સુરંગ શોધી તેમને નષ્ટ કરવામાં મદદ કરી છે. ત્યારબાદ આ જમીન 19 કંબોડિયાઈ પરિવાર ને પાછી આપવામાં આવી છે.
આ ઉંદરોએ ૧૭૦ જેટલી બારૂદી સુરંગો શોધી કાઢી છે. આ સુરંગો ઘણા વર્ષો સુધી દબાયેલી હતી પરંતુ ફાટી ન હતી. તેના ફાટવાથી લોકો અને જનાવરોના મરવાનો ડર હંમેશા રહેતો હતો. આ સુરંગોને શોધી નષ્ટ કરવામાં ઉંદરોને માત્ર ત્રણ મહિના લાગ્યા.
આ ઉંદરોને બારુદી સુરંગો શોધવાની ટ્રેનિંગ આપે છે એન્ટી પર્સનલ લેન્ડમાઈન્સ ડિટેકશન પ્રોડક્ટ ડેવલપમેન્ટ (APOPO) સંસ્થા. આ સંસ્થાની શરૂઆત 1997માં થઈ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સરકારી સંસ્થા તરીકે તેની નોંધણી 2017 માં કરવામાં આવી હતી.
આ સંસ્થાની શરૂઆત કરી હતી બાર્ટ વિટેન્ઝેસ એ. તેમણે જોયું કે આફ્રિકાના પાઉચડ ઉંદરો કોઈપણ પ્રકારની બારુદિ સુરંગો શોધવામાં સક્ષમ છે તો તેમણે ઉંદરો પાસેથી બારૂદી સુરંગો શોધવાનો પ્રસ્તાવ રાખ્યો.
APOPO એ ઉંદરોની મદદથી કંબોડિયા, એંગોલા, ઝિમ્બાબ્વે અને કોલંબિયામાં બારૂદી સુરંગો શોધી લોકોનો જીવ બચાવ્યો છે.અત્યાર સુધી આ ઉંદરોએ આ દેશોમાં લગભગ 1.30 લાખ થી પણ વધારે બારૂદિ સુરંગો શોધી કાઢી છે.
જાન્યુઆરી 2019 માં જાહેર કરવામાં આવેલ APOPOના આંકડાઓ જોઈએ તો તેમની પાસે અત્યારે 151 ઉંદરો છે. જેમાં 26 ઉંદરો ફક્ત પ્રજનનનું કામ કરે છે. 53 ઉંદરો બારૂદી સુરંગો શોધવા માટે પ્રશિક્ષિત છે. 39 ઉંદરો રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે છે. દસ રીટાયર થઇ ચુક્યા છે. 10 ઉંદરોને અમેરિકાના પ્રાણી સંગ્રહાલયોમાં શાંતિ દૂત બનાવીને મોકલવામાં આવી રહ્યા છે.
દરેક ઉંદરોને અઠવાડિયામાં પાંચ દિવસ આ સુરંગો શોધવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. એક દિવસમાં તે ફક્ત અડધા થી દોઢ કલાક ની ટ્રેનીંગ લે છે. અઠવાડિયાના છેલ્લા બે દિવસે તે ફક્ત પાર્ટી કરે છે.
એક ઉંદર ની ટ્રેનીંગ પાછળ દર મહિને લગભગ ૪૦૦ રૂપિયાનો ખર્ચો આવે છે. આ ઉંદરોની ઉંમર આઠથી દસ વર્ષ હોય છે. તે પોતાના જીવનકાળમાં છ થી સાત વર્ષ કામ કરી શકે છે.
આ ઉંદરો દ્વારા તમે એક તેની ટેનિસ કોર્ટ જેટલી જગ્યામાં બારુદી સુરંગો ફક્ત ૨૦ મિનિટમાં શોધી શકો છો. જ્યારે મેટલ ડિટેક્ટર ની મદદથી શોધવામાં તેને ત્રણ થી ચાર દિવસ લાગી શકે છે. ઉંદરો આ સુરંગો શોધવામાં 100 ટકા સફળ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.