‘ICC ટ્રોફી જીતવી નાનીમાના ખેલ નથી’ WTC Final માં મળેલી હારથી રવી શાસ્ત્રીને આવી આ દિગ્ગજ ખેલાડીની યાદ

Ravi Shastri MS Dhoni TWC Final 2023: ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2013માં એમએસ ધોની (Mahendra Singh Dhoni) ની કપ્તાની હેઠળ આઇસીસી (ICC) ટાઇટલ જીત્યું હતું.…

Ravi Shastri MS Dhoni TWC Final 2023: ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2013માં એમએસ ધોની (Mahendra Singh Dhoni) ની કપ્તાની હેઠળ આઇસીસી (ICC) ટાઇટલ જીત્યું હતું. આ પછી 10 વર્ષ વીતી ગયા, પરંતુ ભારતના ખાતામાં એક પણ ટ્રોફી આવી નથી. ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (IND VS AUS) સામે ફરી એકવાર ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ WTC ફાઇનલમાં હાર બાદ માહી (Mahi, MS Dhoni) ને યાદ કર્યો હતો.

રવિ શાસ્ત્રીએ એમએસ ધોનીને કર્યા યાદ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ હાર્યા બાદ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, આઈસીસી ટ્રોફી જીતવી એટલી સરળ નથી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ તેને આસાન બનાવી દીધું હતું. માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી છે, પરંતુ દરેક વખતે ટીમ ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે.

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા દિવસથી જ ટીમ ઈન્ડિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું. કાંગારુ બેટ્સમેનોએ પહેલા બરાબરની બેટિંગ કરી, ત્યારબાદ ટીમના બોલરોએ પણ ભારતીય બેટિંગ ઓર્ડરને તબાહ કરવામાં કોઈ કસર છોડી ન હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 444 રનના ટાર્ગેટના જવાબમાં સમગ્ર ભારતીય ટીમ 234 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

કોહલી-રોહિત અને પૂજારા નિષ્ફળ રહ્યા
ભારતની ટ્રિનિટી એટલે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા WTC ફાઇનલમાં ખરાબ રીતે ફ્લોપ થયા હતા. રોહિત બંને ઇનિંગ્સમાં કુલ 56 રન બનાવી શક્યો હતો. તે જ સમયે, પૂજારાએ બંને ઇનિંગ્સમાં ખૂબ જ ખરાબ શોટ રમ્યા હતા. પ્રથમ દાવમાં સસ્તામાં પેવેલિયન પરત ફર્યા બાદ કોહલીએ બીજી ઇનિંગમાં 49 રન બનાવ્યા હતા, પરંતુ તે નિર્ણાયક સમયે પોતાની વિકેટ આપીને ચાલતી પકડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *