અનેક બીમારીઓ માટે ફાયદાકારક છે કાચી હળદર- જાણો વિગતવાર

શિયાળાની ઋતુમાં મળતી કાચી હળદર સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે એક એન્ટીઓકિસડન્ટ છે જે કેન્સરને અટકાવે છે અને લોહીના વિકારને દુર રાખવામાં મદદ કરે છે.

ગરમ દૂધમાં કાચી હળદર નાખી ઉકાળીને પીવાથી ડાયાબિટીસના રોગમાં ફાયદો થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ કોઈ ને કોઈ રીતે હળદરનો ઉપયોગ કરે છે, તો તેમના ઘા ઝડપથી રૂઝાય છે.

અસ્થમા માટે, 1/2 ચમચી મધ 1/4 ચમચી હળદર સાથે ચાટવાથી આરામ મળે છે. આંતરિક ઈજાના કિસ્સામાં એક ચમચી હળદર એક ગ્લાસ ગરમ દૂધમાં ભેળવીને પીવાથી પીડા અને સોજામાં રાહત મળે છે. ઈજા પર હળદરની પેસ્ટ લગાવવાથી ઈજાના ઘાવમાં ઝડપથી રુજ આવે છે.

હળદર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને લોહીને શુદ્ધ કરે છે અને માસિક સ્રાવને લગતી સમસ્યાઓ પણ દૂર કરે છે. જો શરદી કે ખાંસી હોય તો દૂધમાં હળદર પાવડર ઉમેરીને અથવા ઉકાળ્યા બાદ કાચી હળદર પીવાથી ફાયદો થાય છે. હળદરના નાના ટુકડાઓ ચૂસો. જેનાથી વારંવાર થતી ઉધરસ મટી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *