સગા બાપે ફૂલ જેવી દીકરી પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી, પુત્રને આપ્યો જન્મ

ભાવનગરના સિહોરમાં બાપ-દીકરીના પવિત્ર સંબંધોને લજવે એવો બનાવ સામે આવ્યો છે, જેમાં સગ્ગો બાપ છેલ્લા એક વર્ષથી તેની કુંવારી દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. દીકરીને વહાલનો દરિયો કહેવામાં આવે છે, પરંતુ એ વહાલના દરિયા પર જ પોતાનો પિતા કુદૃષ્ટિ કરી તેના પર દુષ્કર્મ આચરે છે. આવી જ એક ઘટના સિહોર પંથકમાં સામે આવ્યો છે, જેમાં એક પિતા પોતાની દીકરી પર છેલ્લા એક વર્ષ દુષ્કર્મ આચરતો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગયો હતી. સિહોરના સરકારી દવાખાનામાં આજે આ દીકરીએ એક બાળકને જન્મ આપ્યો હતો.

આ ઘટના અંગે સિહોર પોલીસે કળિયુગના આ નરાધમ બાપ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, પોલીસે યુવતીની ફરિયાદ લઈ તેના પિતાને ઝડપી પાડવા માટેની તપાસ હાથ ધરી હતી. આ કેસની સંપૂર્ણ તપાસ મહિલા યુનિટને સોંપવામાં આવશે એવું પણ જાણવા મળ્યું છે. જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ સિહોર સરકારી દવાખાનામાં બાળ‌કને જન્મ આપ્યા બાદ હાલ તેને ભાવનગર મોકલવામાં આવી છે.

અત્રે ઉલખનીય છે કે, આવીજ એક ઘટના વડોદરામાંથી નજરે ચડી છે. થોડા દિવસો પહેલા વડોદરામાં એક લવ-જેહાદનો કિસ્સો પોલીસ ચોપડે નોધાયો હતો. છાણીની 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે સતત 23 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ અપહરણ કરીને તેના વતન બિહારમાં લઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, શહેરના છાણી વિસ્તારમાં રહેતી 10માં ધોરણનો અભ્યાસ કરી ચૂકેલી 15 વર્ષીય સગીરાએ પોલીસમાં મૂળ બિહાર દરભંગાના અમાનતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમાનતે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અમાનતે તેને 3 મહિના પહેલાં લગ્નની લાલચ આપી હતી અને એ પછી તેને માર્ચ મહિનામાં અલગ-અલગ દિવસે દશરથ ખાતે આવેલા અવાવરૂ રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે ત્યાં દુષ્કર્મ કર્યું હતું.

આ ઉપરાંત, અમાનત દ્વારા સગીરાને મહાદેવનગર રોડવાળા ઘાસના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી તેને લગ્નની લાલચ આપીને ફરવા જવાના બહાને પણ લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *