હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી બેંક ગ્રાહકોને માટે ખુશીનાં સમાચાર સામે આવી રહ્યાં છે.
‘ભારતીય રિઝર્વ બેંક’ એટલે કે RBI દ્વારા હાલમાં જ એક મહત્વની માહિતી આપવામાં આવી રહી છે. રિઝર્વ બેંકે જાણકારી આપી, કે ગત નાણાકીય વર્ષ 2019-20માં જે તે સમયે 18 સરકારી બેંકોમાં કુલ 1,48,428 કરોડ રૂપિયાના ફ્રોડના કુલ 12,461 મામલાઓ સામે આવી રહ્યાં છે. આ બેંકોમાં સૌથી વધારે છેતરપિંડી ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ એટલે કે SBI ની સાથે થઈ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે RTIથી મળેલ આંકડાઓ મુજબ ગત વર્ષે છેતરપિંડીના સૌથી વધારે મામલા સરકારી ક્ષેત્રની ટોચની બેંક SBIમાંથી સામે આવી રહ્યાં છે. બેંકમાં કુલ 44,612.93 કરોડ રૂપિયાની છેતરપિંડીથી જોડાયેલ કુલ 6,964 મામલાઓ સામે આવી રહ્યાં છે.
આ મૂડી ગત નાણાકીય વર્ષ દરમિયાન કુલ 18 સરકારી બેંકોમાં છેતરપિંડીની કુલ મૂડીના લગભગ 30 % છે. આની સિવાય ‘પંજાબ નેશનલ બેંક’ એટલે કે PNBમાં પણ 1 એપ્રિલ 2019 થી લઇને 31 માર્ચ 2020 દરમિયાન સુધી ફ્રોડના કુલ 395 મામલાઓ સામે આવ્યા છે. જેમાં કુલ 15,345 કરોડ રૂપિયાની મૂડી પણ સામેલ છે.
રિપોર્ટ મુજબ આની સિવાય ‘બેંક ઓફ બરોડા’ની વાત કરીએ, તો 349 ફ્રોડનાં મામલામાં કુલ 12,586.68 કરોડ રૂપિયા, ‘યુનિયન બેંક’માં 424 છેતરપિંડીના મામલામાં કુલ 9,316.80 કરોડ રૂપિયા, ‘બેંક ઓફ ઈન્ડિયા’માં 200 મામલામાં કુલ 8,069.14 કરોડ રૂપિયા, ‘કેનરા બેંક’માં 208 મામલામાં કુલ 7,519.30 કરોડ રૂપિયા, ‘ઇન્ડિયન ઓવરસીઝ બેંક’માં 207 કેસમાં કુલ 7,275.48 કરોડ રૂપિયા તથા ‘અલ્હાબાદ બેંક’માં 896 ફ્રોડનાં કેસમાં કુલ 6,973.90 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
આની સિવાય રિપોર્ટ પ્રમાણે ‘યુકો બેંક’માં 119 મામલામાં કુલ 5,384.53 કરોડ રૂપિયા, ‘ઓરિયંટલ બેંક ઓફ કોમર્સ’માં 329 મામલામાં કુલ 5,340.87 કરોડ રૂપિયા, ‘સિંડિકેટ બેંક’માં 438 મામલામાં કુલ 4,999.03 કરોડ રૂપિયા, ‘કોર્પોરેશન બેંક’માં 125 મામલામાં કુલ 4,816.60 કરોડ રૂપિયા, ‘સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયા’માં 900 મામલામાં કુલ 3,993.82 કરોડ રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી છે.
તેની સાથે-સાથે ‘આંધ્રા બેંક’માં 115 મામલામાં કુલ 3,462.32 કરોડ રૂપિયા, ‘બેંક ઓફ મહારાષ્ટ્ર’માં 413 મામલામાં કુલ 3,391.13 કરોડ રૂપિયા, ‘યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા’માં 87 મામલાઓમાં કુલ 2,679.72 કરોડ રૂપિયા, ‘ઇન્ડિયન બેંક’માં 225 મામલામાં કુલ 2,254.11 કરોડ રૂપિયા તથા ‘પંજાબ એન્ડ સિંધ બેંક’માં 67 મામલાઓમાં કુલ 397.28 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.