વિકાસના નામે દેશને ખાડામાં નાખી રહી છે મોદી સરકાર- RBIએ ખોટા સાબિત કર્યા મોદીના આ ગપ્પા

ભારતના પ્રધાનમંત્રી અને નાણામંત્રી એકબાજુ દેશનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે અને આવનારા સમયમાં સુધારો થઇ શકે છે પણ, ભારત દેશની બેંકિંગ સિસ્ટમની અને નાણાંકીય બાબતો…

ભારતના પ્રધાનમંત્રી અને નાણામંત્રી એકબાજુ દેશનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે અને આવનારા સમયમાં સુધારો થઇ શકે છે પણ, ભારત દેશની બેંકિંગ સિસ્ટમની અને નાણાંકીય બાબતો અંગેની રેગ્યુલેટરી સંસ્થા RBI જ કહી રહ્યું છે દેશનું અર્થતંત્ર ભારે તાણમાં છે. છેલ્લા 8 મહિનાની ચાર મુદ્રાનીતિ બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાની સાથે GDPમાં પણ ભારે ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

આવનારા સમયમાં પણ ભારત  દેશનું અર્થતંત્ર કોઈ ખાસ ગતિએ આગળ વધશે તેવી સંભાવના નહિવત હોવાનું RBI ગવર્નર દાસે જાતે જ સ્વીકાર્યું છે. આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદર યથાવત રાખવાના બિનઅનુમાનિત નિર્ણય બાદ પણ નાણાંકીય વર્ષ 2020 અને નાણાંકીય વર્ષ 2021 માટે પણ વિકાસદરના અનુમાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. દાસે જણાવ્યું છે કે ઘટી રહેલ ઘરેલું માંગ જી.ડી.પી. માટે ચિંતાનો વિષય બન્યો છે.

જી.ડી.પી.ની પરીસ્થિતિ જોઈએ તો આર.બી.આઈ.ના આ નિર્ણયથી રેપો રેટ 5.15 ટકાએ તેમનું તેમ જ છે. તો આર.બી.આઈ. રિવર્સ રેપો રેટને 4.90 ટકા અને બેંક રેટને 5.40 ટકા પર બરાબર રાખ્યું છે. આર.બી.આઈ.ની આ બેઠક ખાસ છે કારણ કે ગવર્નર શક્તિકાંતદાસ સતત છઠ્ઠી વખત બેઠકની અધ્યક્ષતા પોતાને હાથ ધરી રહ્યા છે. તો શક્તિકાંત દાસના 1 વર્ષનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં પાંચ વખત રિઝર્વ બેંકે રેપ રેટમાં કુલ 1.35 ટકાનો ઘટાડો કર્યો છે. એટલે કે આ વર્ષે દર બે મહિને થનારી મોનેટરી પોલિસીમાં રેપો રેટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટમાં છેલ્લે ઓક્ટોબર મહિનામાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ રેપો રેટ 5.15 ટકાએ પહોંચી ગયો હતો.

આર.બી.આઈ.એ મોદી સરકારની આર્થિક નીતિને વધુ એક ઝાટકો આપ્યો છે. રિઝર્વ બેંક ધીમી પડતી અર્થવ્યવસ્થાને ગતિ આપવા અને કેશ ફ્લો વધારવા માટે રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. મેન્યુફેકચરિંગ પ્રોડકશનમાં 1 ટકાના ઘટાડાને કારણે જી.ડી.પી. વૃદ્ધિ દર જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં 4.5 ટકા રહ્યો, જે છ વર્ષનો સૌથી ઓછો દર જોવા મળે છે. ચાલુ નાણાંકીય વર્ષે એપ્રિલ થી જૂનના કવાર્ટરમાં આ 5 ટકા હતી. ત્યારે આર્થિક વૃદ્ધિ દરને ગતિ આપવાના હેતુથી આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે.

આર્થિક વિકાસ દરની ગતિ વધારવા માટે આરબીઆઈ મૌદ્રિક નીતી સમિતિ રેપો રેટમાં વધુ ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ માત્ર 4.5 ટકા રહ્યો. તે છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો છે. રેપો રેટ એ દર છે જેની પર આરબીઆઈ કોમર્શિયલ બેન્કોને લોન આપે છે. આ દરમાં ઘટાડાથી બેન્કોને સસ્તી લોન મળશે તો તેમની પર ગ્રાહકોને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવાનું દબાણ વધશે. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ કેવી છે તે વાત તે દેશના જીડીપીના આંકડાને આધારે થાય છે.

મંદ આર્થિક વ્યવસ્થા વચ્ચે દેશના અર્થતંત્રને ધમધમતુ રાખવા અને બજારમાં વધુ લિક્વિડિટી ઉમેરવા માટે દેશની સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરશે તેવી આશા સેવાઈ રહી હતી પરંતુ, RBI અનુમાનથી વિપરીત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. ઓગસ્ટ બાદ 8 રાજ્ય સરકારોને જીએસટીનો હિસ્સો ચૂકવાયો નથી એ હકિકત છે. પૈસા તો આવી રહ્યાં છે પણ મોદી સરકાર ચૂકવી રહી નથી. 8 રાજ્યોમાં ગુજરાત પણ બાકાત છે. પણ કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાથી ચૂપકીદી સાધીને બેઠી છે. એવું બની શકે કે ભાજપ શાસિત રાજયોને પણ પૈસા ન મળવા છતાં તેઓ હાલમાં મૌન ધારણ કરીને બેઠા હોય.

આ બુધવારે દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પુડુચ્ચેરી, કેરળ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના નાણાપ્રધાનોએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને મળ્યા હતા અને આ મુદ્દો ઉઠાવ્યો હતો. પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલે મીડિયાને કહ્યું હતું કે ભારત સરકારે હજી સુધી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો કમ્પેન્સેશન સેસ આપ્યો નથી. હવે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાનો સેસ ચૂકવવાનો સમય આવી ગયો છે. 10 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે રાજ્યોને ૪ મહિનાનો સેસ ચૂકવવાનો બાકી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *