સુરતમાં અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં કોરોના ઇન્જેકશનનો વેપલો થતો હોવાનું બહાર આવી ચૂક્યું છે. ફરી એક વખત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેમેડિસિવિર ઇન્જેક્શન વેચાતું આપી કૌભાંડ કરાયાનો આરોપ મુકવામાં આવ્યો છે.
આ બાબતે સુરતના મોટા વરાછા ખાતે રહેતા તુષાર મેપાણીએ આરોગ્યમંત્રી કુમાર કાનાણીને આની અંગે ફરિયાદ કરી છે. પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલના નામે ઇન્જેક્શનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે બાબતે કુમાર કાનાણીએ આ યુચ્કને જોવડાવી લઈશ તેવું કહીને પણ કશું કર્યું ન હોવાનું સામે આવ્યું છે.
તુષાર મેપાણીએ આરટીઆઇ કરી પુરાવા સાથે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ફરિયાદ કરી છે. તેમની પાસેથી રૂપિયા 10,800માં 2 રેમેડિસિવિર ઇન્જેક્શન વેચાતા આપ્યા છે.
તેમને અગાઉ થયેલા કૌભાંડની જેમાં રોગી કલ્યાણ સમિતિ ની 10800 ની પહોંચ આપવામાં આવી હતી.આ કૌભાંડમાં ટોસિલીઝૂમેબ ઇન્જેક્શન ની કિંમત 31 હજારથી લઈને 58000 રાખવામાં આવે છે તેવો આરોપ લગાવ્યો છે. સરકારની જાહેરાત હતી કે આ ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવે છે પણ સુરત સિવિલ દ્વારા રોગી કલ્યાણ સમિતિના નામે લોકો પાસેથી પૈસા વસુલવામાં આવી રહ્યા હોવાનું જગજાહેર છે. જેની સામે સાશકો પણ ચુપકીદી સેવીને ભાગીદાર હોવાનું સાબિત કરી રહ્યા છે.
રેમેડિસિવિર ઇન્જેક્શન ની કિંમત 4800થી 6000 રૂપિયા રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 4800 એમઆરપી વાળા ઇન્જેક્શનના વધુ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
સુરતમાં આ અગાઉ પણ ઇન્જેકશનનો વેપલો થતો હોવાનું બહાર આવી ચૂક્યું છે. તેમાં પણ હજારો લોકો પાસેથી ઇન્જેક્શન ના નામે રોગી કલ્યાણ સમિતિ ની રસીદ આપી ને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. આ અંગે કુમાર કાનાણીને હવે ફરિયાદ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે શું કુમાર કાનાણી છે નવી સિવિલ હોસ્પિટલ વિરુદ્ધ કોઈ પગલાં ભરે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle