વિનાશ કાલે વિપરીત બુદ્ધિ : કાશ્મીર માટે પરમાણુ યુદ્ધ પણ કરવા તૈયાર: ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેઓએ સાથે ચેતવણી આપી છે કે ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ સંપન્ન દેશ છે, આવી સ્થિતિમાં જો યુદ્ધ થાય તો તેની અસર પુરા વિશ્વમા થશે. અને આ યુદ્ધને કોઇ નહીં રોકી શકે. અત્યાર સુધીના પરમાણુ યુદ્ધોમાં કોઇ નથી જીતી શક્યું. જે દેશો સુપર પાવર હોય છે તેની જવાબદારી પણ વધી જાય છે, તેઓ સાથ આપે કે ન આપે પાકિસ્તાન આગળ વધશે.

ઇમરાન ખાને સોમવારે કાશ્મીરને લઇને વિશેષ નિવેદન જારી કર્યું હતું અને દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં અમે સફળ રહ્યા છીએ, વર્ષો બાદ પહેલી વખત સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામા આવ્યો અને તેના પર ચર્ચા પણ થઇ. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબુદ કરીને મોદીએ બહુ મોટી ભુલ કરી છે. કાશ્મીર માટે અમે કોઇ પણ હદ સુધી જવા તૈયાર છીએ. જ્યાં સુધી કાશ્મીર આઝાદ ન થાય ત્યાં સુધી સાથ આપતા રહીશું.

ઇમરાને વધુમાં ધમકી આપતા કહ્યું કે કાશ્મીર માટે અમે પુરી રીતે તૈયાર છીએ. સાથે ધમકી આપતા કહ્યું કે ભારત બાલાકોટ જેવું સાહસ હવે નહીં કરી શકે. કાશ્મીરીઓને ભડકાવતા ઇમરાન ખાને કહ્યું કે કાશ્મીરીઓ દર શુક્રવારે રસ્તા પર ઉતરે, હું કાશ્મીરનો મામલો વાતચીતથી નિવારવા માગતો હતો. પીઓકેમાં અમે પુરી રીતે તૈયાર છીએ, ઇમરાને સાથે એવો પણ દાવો કર્યો કે કાશ્મીર મામલે મુસ્લિમ દેશો પણ અમારી સાથે છે.

જ્યારે હકીકતમાં એક પણ મુસ્લિમ બહુમત વાળો દેશ કાશ્મીર મામલે પાકિસ્તાનની સાથે નથી, એટલુ જ નહીં આંતરરાષ્ટ્રીય મુસ્લિમ સંગઠનોએ પણ ઇમરાનને સાથ આપવાની ના પાડી દીધી છે.  પાકિસ્તાનને આપેલા સંબોધનમાં ઇમરાન ખાને આરએસએસ પર આરોપો લગાવતા કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસના ફાંસિવાદી એજન્ડા ઉપર કામ કરી રહ્યા છે.

ઇમરાન ખાને ખુલ્લેઆમ ચીમકી આપતા કહ્યું કે કાશ્મીર માટે પાકિસ્તાન પરમાણુ યુદ્ધ કરવા પણ તૈયાર છે. એક તરફ ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સમક્ષ શાંતિની વાતો કરે છે બીજી તરફ પરમાણુ યુદ્ધ કરવાની પણ ધમકી આપે છે. તેમણે કહ્યું હતું કે ભારત અને પાક. બન્ને પાસે પરમાણુ હથિયારો છે અને કાશ્મીર માટે અમે કોઇ પણ હદે જવા તૈયાર છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *