ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad) શહેરમાં મીટર લગાવી 24 કલાક પાણી પૂરું પાડવાનો પાયલોટ પ્રોજેક્ટ જોધપુર(Jodhpur) વોર્ડમાં શરૂ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં કહેવામાં આવી રહ્યું છે, અનેક સોસાયટીઓમાં પાણીના મીટરો લગાવવામાં આવ્યા છે. જયારે શરુ કરવામાં આવેલ આ પાયલોટ પ્રોજેક્ટ પાણીમાં ગયો હોવાનું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે.
જયારે ગુજરાત વિધાનસભા દરમિયાન અમદાવાદ શહેરમાં 24 કલાક પાણી પૂરું પાડવાના પ્રોજેક્ટ અંગે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા. જયારે આ અંગે પૂછપરછ દરમિયાન જાણવા મળી આવ્યું છે કે, જોધપુરનાં વિસ્તારમાં પાણીના મીટરો તો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ હાલમાં તે મીટરો માત્ર શોભાના ગાંઠિયા બની પડેલ છે.
ગુજરાતના અમદાવાદમાં જોધપુર વિસ્તારોમાં સવાર સાંજ એમ બે કલાક જ સુધી જ પાણી આપવામાં આવે છે. ફક્ત બે કલાક જ પાણી મળવા છતાં પણ વિસ્તારમાં પાણીની કોઈપણ સમસ્યા જોવા મળતી નથી. જયારે સરકાર અને મ્યુનિ. તંત્રના જણાવ્યા અનુસાર નવી વોટર પોલિસી અમલમાં મુકવામાં આવશે. વોટર પોલિસીમાં ઉપયોગમાં લેવાતા પાણીના દર તેમજ પાણી પૂરું પાડવા અંગે આ નીતિનો અમલ કરવામાં આવશે.
લોકો દ્વારા પાણીના મીટર પર લગાવવામાં આવી ટાઇલ્સ:
જયારે જોધપુર વિસ્તારના સ્થાનિકો દ્વારા જાણવામાં આવ્યું છે કે, શહેરમાં 24 કલાક પાણી પૂરો પાડવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, જોધપુર વોર્ડમાં કેટલીક સોસાયટીઓમાં ફક્ત પાણી માટેના મીટર નાખી દેવામાં આવ્યા છે. પરંતુ, તે મીટરનો કોઈ પણ ઉપયોગ નથી થતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.