ચુંટણીમાં મત માંગવા લોકોને પગે પડતા નેતાઓ સત્તામાં આવીને ભૂલ્યા ભાન, સ્થાનિકોને એવીએવી ધમકીઓ આપી કે…

રાજકોટ શહેરમાં ચુંટણી સમયે બે હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો જનતા પાસે મતની ભીખ માંગવા ગયા હતા. ચુંટણી સમયે લોકોએ તેમના પર વિશ્વાસ રાખીને ખોબલેને ખોબલે મત આપીને જીતાડ્યા હતા. હવે જયારે પ્રજાના કામની વાત આવી ત્યારે નગરસેવકો સતાના નશામાં ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાને જયારે જરૂર હોય ત્યારે તેમને ઉડાઉ જવાબ આપીને હલકી કક્ષાની માનસિકતા પ્રગટ કરી રહ્યા છે.

રાજકોટ શહેરમાં બે દિવસમાં ભારતીય જનતા પાર્ટીના બે નગરસેવકોએ પ્રજાને પોતાના રસ્તામાંથી દુર કરતા હોય તેવી બે ઘટના સામે આવી છે. ત્યારે એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ કે રાજકોટ શહેર પ્રમુખ આવા નગરસેવકોને ભાન કરાવશે? કે પછી આમ જ જનતા આવા કોર્પોરેટરના ભોગ બનતા રહેશે.

રાજકોટ શહેરમાં 17 જુલાઈએ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં.14નાં મહિલા નગરસેવક વર્ષાબેન રાણપરાની સ્થાનિક મહિલા સાથે ગેરવર્તન કર્યું હોવાની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી. આ સમગ્ર ઘટના અંગે મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મળેલી મીટીંગ સમાપ્ત થયા બાદ નગરસેવકે અશ્રુ ભીની આંખે નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘ મારાથી ભૂલ થઇ ગઈ છે, હું પ્રજાની સમક્ષ માફી માગું છું.’

પ્રથમ ઘટના:
વાયરલ થયેલી ઓડિયો-ક્લિપમાં કોઈ સ્થાનિક મહિલાએ નગરસેવક વર્ષાબેનને ફોન કરીને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની અંદર ખુબ જ ગંદકી જામી ચુકી છે. તમે આ અંગે કોઈ હલ લાવો, ત્યારે આ સાંભળીને નગરસેવક વર્ષાબેને ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ ફરી એક વાર સ્થાનિક મહિલાએ નગરસેવક વર્ષાબેનને ફોન કરતા તેઓ ઊકળી ઊઠ્યાં હતાં. ત્યારે નગરસેવકે કહ્યું હતું કે તમારો વિસ્તાર કયો છે? ત્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, હું નવયુગપરા સાત નંબરમાંથી વાત કરી રહી છું. તેના પ્રતિ ઉત્તરમાં જવાબ આપતા વર્ષાબેને કહ્યું હતું કે, તું જાને હવે. તમારા વિસ્તારમાંથી અમને એક પણ મત મળ્યો નથી. હવે મને ફોન ન કરતી. આટલું કહીને ફોન કાપી નાખ્યો હતો.

દ્રિતીય ઘટના:
રાજકોટ શહેરમાં 18 જુલાઈના રોજ ભારતીય જનતા પાર્ટીના વધુ એક નગરસેવકની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયા વાઇરલ થઈ હતી. વોર્ડ નંબર 11ના નગરસેવક વિનુભાઈ સોરઠિયા અને સામાન્ય નાગરિક અતુલભાઈ વચ્ચે ભારે બોલાચાલી ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી. નગરસેવક વિનુભાઈ સોરઠિયા અતુલભાઇને કહે છે કે, મને દરરોજના 47 ફોન આવે છે. તમામને હું જવાબ દેવા માટે નવરો નથી. બીજા અન્ય ચાર નગરસેવકો પણ છે તેમને ફોન કરો મને નહિ. અતુલભાઈ કહે છે કે, ચુંટણી સમયે પાર્ટીનો ખેસ પહેરીને અને બે હાથ જોડીને આવતા હતા કે, અમને મત આપજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *