ભાઈ ભાઉ જીત્યા, નબળા નેતૃત્વ વાળી કોંગ્રેસની ફરી એક વાર વિશાળ હાર- જાણો હાર-જીતના કારણો

Published on: 3:32 pm, Tue, 10 November 20

ગુજરાતની આઠે આઠ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોની મોટા અંતરથી હાર તરફ આગળ વધી રહ્યા છે. ભાજપના તમામ ઉમેદવારો જીત તરફ અગ્રેસર છે. ત્યારે આ ચૂંટણીઓમાં શા માટે આટલા રોષ વચ્ચે કોંગ્રેસની કારમી હાર થઇ તેની જવાબદારી લેવા હજુ સુધી કોંગ્રેસના કોઈ નેતા સામે આવ્યા નથી. ઘણા ઉમેદવારોએ હાર સ્વીકારીને મત ગણતરી મથક પણ છોડી દીધું હોવાના અહેવાલો મળ્યા છે. પરંતુ જીત તરફ વિધિ રહેલા ભાજપના નેતાઓએ ત્વરિત પ્રેસ કોન્ફરન્સ કરીને જીતનો શ્રેય જનતા અને કાર્યકરોને આપ્યો હતો.

આ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારનો જવાબદાર હાર્દિક પટેલને માનવામાં આવી રહ્યો છે. જે રીતે ચૂંટણી અગાઉ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલને નીમવામાં આવ્યો અને તેના કારણે જુના અને સીનીયર કોંગ્રેસી નેતાઓના અણગમાએ પક્ષના ઉમેદવારોને માથે ઉભા રહીને હરાવ્યા હોવાનો ગણગણાટ કોંગ્રેસી કાર્યકરોમાં થઇ રહ્યો છે. આમ કોંગ્રેસના જુથવાદ અને નબળા ઉમેદવારોની પસંદગીએ તેમની હાર નક્કી કરી હતી.

પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની આ પ્રથમ ચૂંટણી છે, ત્યારે જીત મેળવ્યા બાદ તેઓએ જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તાશ્રીઓ, આગેવાનશ્રીઓને પુરો વિશ્વાસ હતો કે આ વખતે અમે આઠે-આઠ બેઠકો જીતીશું, ગુજરાતના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં જે વિશ્વાસ મુક્યો તે બદલ તમામ મતદાર ભાઈ-બહેનોનો હું આભાર માનુ છું.

મુખ્યમંત્રી રૂપાણીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરીને આ જીતને જનતાની જીત ગણાવી હતી.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સૌપ્રથમ ટ્વીટ કરીને નિષ્ફળતાને સ્વીકારી લીધી છે અને ભાજપ અને વિજય રૂપાણી, સી આર પાટીલ સહિતના નેતાઓ વિરુદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle