કોરોનાને કારણે દુનિયા આખી હેરાન છે. અનેક લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે, તો બીજી બાજુ લોકો સ્વસ્થ પણ થઇ રહ્યા છે. પરંતુ કોરોના વાઈરસને લઈને દક્ષિણ કોરિયાથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓમાં ફરીથી કોરોનાનો શિકાર બની રહ્યાં છે. શુક્રવારે જ આવા 91 કેસો સામે આવ્યા, જે સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમનો ટેસ્ટ ફરીથી કોરોના પોઝિટિવ આવ્યો હોય.
આ કેસો બાબતે કોઈને કંઈ સમજાઈ નથી રહ્યું કે, આખરે આવું કેમ થઈ રહ્યું છે? દક્ષિણ કોરિયાના ડૉક્ટરો પણ કોરોનાના આ ટ્રેન્ડથી ખૂબ જ પરેશાન છે. અત્યાર સુધી આ દેશમાં અંદાજે 7 હજાર લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યાં છે.
શું છે આમ થવા પાછળનું કારણ?
દક્ષિણ કોરિયાના ગૂરો હોસ્પિટલના પ્રોફેસર વૂ-જૂએ જણાવ્યું કે, આતો હજુ શરૂઆત છે. હાલ 91 લોકોની ફરીથી તપાસ કરતા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જો કે આ સંખ્યા આગામી દિવસોમાં વધી શકે છે.
આ અંગે એક ડૉક્ટરનું કહેવું છે કે, આવા દર્દીઓને ફરીથી ચેપના લાગ્યો હોય, પરંતુ તેમના શરીરમાં રહેલા પહેલાથી ઉપસ્થિત વાઈરસ ફરીથી સક્રિય થયા હોઈ શકે છે. આટલું જ નહી નિષ્ણાંતોનું માનવું છે કે, થઈ શકે છે કે ટેસ્ટિંગ કિટમાં કોઈ ગરબડી થઈ હોય. હાલ અહીં દરેક ડૉક્ટરો અલગ-અલગ તર્ક આપી રહ્યાં છે, પરંતુ કોઈ પણ ચોક્કસ કારણ સામે નથી આવી રહ્યું.
જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયામાં જીવલેણ કોરોના વાઈરસે 211 લોકોનો ભોગ લીધો છે. શુક્રવારે 27 નવા કેસો સામે આવ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કોરોનાએ અહીં હાહાકાર મચાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી અહીં કોરોનાના 10450 કેસો સામે આવી ચૂક્યાં છે. દક્ષિણ કોરિયામાં એક ધાર્મિક આયોજનથી કોરોના વાઈરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. જે બાદ આ આયોજનમાં સામેલ થયેલા 2.12 લાખ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ તમામ લોકોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news