આર્મી ચીફ જનરલ મનોજ પાંડે(Manoj Pandey)એ શુક્રવારે અગ્નિપથ યોજનાના વિરોધને લઈને યુવાનોને ખાસ અપીલ કરી છે. મનોજ પાંડેએ યુવાનોને ઉપદ્રવ ન કરવા અને યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. તેમણે એ પણ જાહેરાત કરી કે પ્રથમ અગ્નિવીરને ડિસેમ્બર(December) 2022 સુધીમાં અમારા રેજિમેન્ટલ કેન્દ્રોમાં સામેલ કરવામાં આવશે અને તે આવતા વર્ષના મધ્ય સુધીમાં અમારા ઓપરેશનલ(Operational) અને નોન-ઓપરેશનલ(Non-operational) સ્થાનો પર જમાવટ માટે ઉપલબ્ધ થશે. બીજી તરફ, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી(VR Chodhary)એ જાહેરાત કરી છે કે, ભારતીય વાયુસેના માટે ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે.
જનરલ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસમાં ભરતી પ્રક્રિયાનો સમયપત્રક જાહેર કરવામાં આવશે. મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આગામી 2 દિવસમાં http://joinindianarmy.nic.in પર સૂચના જારી કરવામાં આવશે. તે પછી અમારી સૈન્ય ભરતી સંસ્થા નોંધણીનું વિગતવાર સમયપત્રક જાહેર કરશે.
#WATCH | India Air Force chief Air Chief Marshal VR Chaudhari says, “Happy to announce that the upper age limit (for recruitment) has been revised to 23 years. This will benefit the youth. The recruitment process for Indian Air Force will begin from 24th June.”#Agnipath pic.twitter.com/poZubwsdtJ
— ANI (@ANI) June 17, 2022
આર્મીના વડાએ યુવાનોને ભારતીય સેનામાં ‘અગ્નિવીર’ તરીકે જોડાવાની તકનો લાભ લેવા પણ આહ્વાન કર્યું હતું. સેના પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “2022 સુધીમાં ભરતી પ્રક્રિયા માટે ભરતીની એન્ટ્રી ઉંમર વધારીને 23 વર્ષ કરવા માટે એક વખતની છૂટ આપવાનો સરકારનો નિર્ણય પ્રાપ્ત થયો છે.” “આ નિર્ણય આપણા ઘણા યુવાન, મહેનતુ અને દેશભક્ત યુવાનો માટે તક પૂરી પાડશે જેઓ કોવિડ-19 રોગચાળા છતાં ભરતીમાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, દેશના ઘણા રાજ્યોમાં ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ સતત વધી રહ્યો છે. યુપી, બિહાર, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં આ યોજના વિરુદ્ધ હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. બિહારમાં પ્રદર્શનકારીઓએ ટ્રેનને આગ પણ લગાવી દીધી છે. તે જ સમયે, હરિયાણાના પલવલમાં જબરદસ્ત હિંસા જોવા મળી છે.
શું છે અગ્નિપથ યોજના?
જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતીની આ નવી અગ્નિપથ યોજના હેઠળ આ વર્ષે 46 હજાર યુવાનોને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવનાર છે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારે થશે, જે ચાર વર્ષ માટે હશે. ભરતી થયેલા યુવાનોને ‘અગ્નવીર’ કહેવામાં આવશે. અગાઉ, અગ્નિવીરોની ઉંમર 17 થી 21 વર્ષની વચ્ચે હતી, જો કે, જોરદાર વિરોધ પછી, સરકારે આ વર્ષે તેની મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી છે. આમાં 30 થી 40 હજાર પ્રતિ માસ પગાર આપવામાં આવશે, તો ભરતી થયેલા યુવાનોમાંથી 75 ટકાને નોકરી છોડવી પડશે અને 25 ટકાને સેનામાં વધુ તક મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.