નવી સરકારી ભરતી 2023: ITBP માં 10 ધોરણ પાસ માટે નોકરીની ઉત્તમ તક

ITBP Recruitment 2023: જો તમે માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે તો પણ ગૃહ મંત્રાલય હેઠળના ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે…

ITBP Recruitment 2023: જો તમે માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે તો પણ ગૃહ મંત્રાલય હેઠળના ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે ITBP મેળવી શકો છો. ITBP(Indo-Tibetan Border Police) 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની ભરતી(Recruitment of Constables) બહાર પાડી છે. જેમાં કોન્સ્ટેબલના ડ્રાઇવરો માટે ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી બહાર પડી છે.

આ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સતાવાર વેબસાઈટ પર જઈને 27 જૂનથી ભરતી માટે ફોર્મ ભરી શકશે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ સુધી રહેશે.

જાહેર કરેલ નોટિફિકેશન માટે કુલ 458 જેટલી ખાલી જગ્યાઓ ફાળવવામાં આવી છે. જેમાંથી 195 જગ્યાઓ બિન અનામત વર્ગ માટેની છે. જેમાં SC કેટેગરી માટે 74, ST માટે 37, OBC માટે 110 અને એ EWS કેટેગરી માટે 42 જગ્યાઓ ફાળવવામાં આવી છે

લાયકાત

ઉલ્લેખનીય છે કે અરજી કરનાર ઉમેદવાર પાસે 10 મુ પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ આ સાથે તેની પાસે એવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જરૂરી છે. આ સિવાય ઉમેદવારની ઉંમર 21 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ભરતી હેઠળ ઉમેદવારોની પસંદગી શારીરિક કાર્યક્ષમતા કસોટી, શારીરિક ધોરણ કસોટી, લેખિત કસોટી, દસ્તાવેજ ચકાસણી, પ્રેક્ટીકલ ટેસ્ટ, અને તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષા માટે પણ જમા કરાવવાની રહેશે. જોકે એસસી એસટી કેટેગરી અને ભૂતપૂર્વક કર્મચારીઓની ફી નહિ લેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *