SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ માટેની નોટિફિકેશન 23 ઓકટોબર 2023(સમય:સવારે 11:00 કલાક) જાહેર કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર 2023 (સમય:રાતે 11:00 કલાક) ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. તમે આ ભરતીની તમામ અપડેટ્સ અને વિગતસર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ની મુલાકાત લઇ શકો છો.
કુલ ખાલી જગ્યાઓ
આ ભરતીમાં કુલ 1000 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા પછી નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ થઇ શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, એલ.સી, ડિગ્રી, ફોટો, સહી
આ રીતે કરો અરજી
સુરત મહાનગરપાલિકાની (Surat Jobs) એપ્રેન્ટિસ તરીકે અરજી કરતા પહેલા સો પ્રથમ દરેક ઉમેદવાર https://www.apprenticeshipindia.gov.in/ પોર્ટલ પર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઇલની વિગતમાં ફરિજયાત EKYC અપડેટ કરવાનું રહશે.
ઉમેદવાર https://www.apprenticeshipindia.gov.in/ પ્રોત્લ પર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી EKYC તથા એપ્રેન્ટિસ પ્રોફાઇલની વિગત અપડેટ કર્યા પછી જ ઉમેદવાર https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ઉપર જઈ અરજી કરવાનું રહશે.
Recruitment સેકશન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી લો
હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube