સુરતમાંથી પોલીસ દ્વારા અવાર-નવાર રેડ પાડીને દારૂની મહેફિલ માણતા લોકોની ધરપકડ કરવામાં આવતી રહે છે. ત્યારે આજરોજ અલથાણમાં મધરાત્રે એક બંગલામાંથી પોલીસે દારૂની મહેફિલ માણતા લોકોની ધરપકડ કરી છે. ખટોદરા પોલીસના હેડ કોન્સ્ટેબલ મહેશ ચૌધરી અને ધર્મન્દ્રસિંહ ડોડીયાને બાતમી મળી હતી કે, અલથાણ સેકન્ડ વીઆઈપી રોડ પર બાલાજી બંગ્લોઝના એક બંગલામાં દારૂની મહેફિલ ચાલી રહી છે. મળેલી બાતમીના આધારે શુક્રવારે મોડીરાત્રેે પોલીસે બંગલામાં રેડ કરતા 10 વેપારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.
પોલીસે રેડ દરમ્યાન બંગલામાંથી 3 દારૂની બોટલો અને એક હુક્કો સહિતનો સામાન કબજે કર્યો હતો. બંગલામાં ભાડેથી રહેતા આર્કિટેક ધ્રુપદ રાઠોડે મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. મોડીરાત્રે ખટોદરા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા છે.
મહેફીલમાં પકડાયેલાના નામોની વિગતો
નીશાંત અનીલકુમાર મશરુવાલા(30) ફોટોગ્રાફી(રહે,અંબાનગર,સુરત)
વિષ્ણુ ભુપેન્દ્રભાઈ મશરુવાલા(32)-ટેક્ષટાઇલ્સ(રહે,ઓરોવીલ સોસા,ભટાર)
જય હિતેંદ્રભાઇ દેસાઇ(31)-નોકરી(રહે,સન્નીવાસ ફ્લેટ, ઘોડદોડ રોડ)
આશીષકુમાર ભગવતીલાલ થેમસે(49)-નોકરી(રહે, નેસ્ટવ્યુહ એપાટ, અલથાણ)
હીરેન અમૃતલાલ ભગવાગર(36)-દલાલી(રહે, બેજનજી કોટનજી ચાલ,નાનપુરા)
રુશી હિતેશકુમાર શાહ(30) -પ્રીંટીંગ પ્રેસ(રહે, એલ.બી.પાર્ક, ઘોડદોડ રોડ)
વત્સલ પારસ ઓઝા(30)-નોકરી(રહે, સાંઇવિહાર રો હાઉસ, અડાજણ)
અભિષેક પંકજ ભાઇ શાહ(28)- વેપાર(રહે,સ્વીટ હોમ એપા. ઘોડદોડ રોડ)
ધ્રુપદ જયંતીભાઇ રાઠોડ(36) –આર્ટીટેક(રહે, બાલાજી બંગ્લોઝ, સેકન્ડ વી.આઇ.પી રોડ)
ચારુલ જીતેંદ્ર બારોટ(32)- નોકરી(રહે, અમીકુંજ સોસા,ઘોડદોડ રોડ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.