એકસાથે 4 સીસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી; આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Gujarat Heavy Rain: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતનાં પંથકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સમુદ્રમાં 4 સિસ્ટમ(Gujarat Heavy Rain) સક્રિય થવાથી આજે ભારે વરસાદ રહેશે.

ક્યાં જીલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું
આજે દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રનાં કેટલાક જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ક્યાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
જ્યારે મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રનાં વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, બોટાદમાં આજે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે.

રાજ્યમાં 5 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે
રાજ્યમાં તારીખ 17 જુલાઈથી 5 દિવસ છૂટા છવાયો તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.