Red and White Multimedia Education: ગતરોજ ભારતના 75માં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ(Red and White Multimedia Education) દ્વારા “ઇન્ડિયા: ગેટ વે ટુ ધ ફ્યુચર”ની થીમ પર યુવા પ્રતિભાઓને રાષ્ટ્રહિતના કાર્યમાં પોતાની ભૂમિકા અને યોગદાનનો સંદેશ આપતી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે દેશભક્તિ ગીતો પર વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ પણ રજુ કરી હતી. તેમજ અડાજણથી શરુ થયેલ આ રેલી ઉમરા, અલથાણ અને ત્યારબાદ વેસુ બ્રાન્ચ ખાતે સંપન્ન થઇ હતી.
ઇન્સ્ટિટ્યૂટના ફ્રેન્ચાઇઝના હેડ પાર્થભાઈ શિયાણીએ લોકોને કર્યા સંબોધિત
રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ફ્રેન્ચાઇઝના હેડ પાર્થભાઈ શિયાણીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, ભારતને ઇન્ડસ્ટ્રી અને ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્વના ટોંચના સ્થાને પહોંચાડી શકે એવો યુવા વર્ગ મારી પાસે ઉપસ્થિત છે. “India: Gateway To The Future” થીમનો વિષય ભારતના શાનદાર પ્રગતિશીલ માર્ગને દર્શાવવાનો એક અદ્વિતીય અને ઉદાર દૃષ્ટિકોણ છે જેમાં ગુજરાત રાજ્યનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે એવી આશા છે.
આગળ વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે ”સોને કી ચીડિયા” તરીકે સંબોધાતો ભારત આજે ફરી વખત આઇટીના નવા સોપાનો થકી, સ્ટાર્ટઅપ્સના વિચારો હેઠળ પ્રગતિની સવારી કરી રહ્યો છે. આ સવારીમાં આપ સૌ પોતાની પ્રબળ દાવેદારી માંડી શકો એવી તકો તમારી રાહ જોઈ રહી છે.
વિદ્યાર્થીઓએ નારેબાજી કરી ગૂંજવ્યું વાતાવરણ
આ રેલીમાં વિદ્યાર્થો દ્વારા વિવિધ નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા.તેમજ આ રેલીમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ પ્રસંગે વિવિધ હિન્દી ફિલ્મો તેમજ વેબ સિરીઝના પોસ્ટર્સ નિર્માતા મોહિતભાઈ રાજપૂત, સંસ્થાના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube