ગુજરાત(Gujarat): દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે દેશવાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોના ના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર(Third wave) ને આવતા કોઈ નહિ રોકી શકે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 હજાર 97 કોરોના કેસ નોંધાયા હતા. જયારે 1539 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 2 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના વધુ 28 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજ્યમાં કુલ 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં 1923 કેસ કોરોના કેસ, સુરતમાં 1892 કેસ, વડોદરામાં 470 કેસ, રાજકોટમાં 249 કેસ, ગાંધીનગરમાં 195 કેસ, ભાવનગરમાં 108 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 3.82 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
ત્યારે હવે અમદાવાદની સાથે સાથે સુરતમાં કોરોના વાયરસ માથું ઊંચકી રહ્યો છે. હવે વધતા કોરોનાના કેસના પગલે સુરતમાં છ વિસ્તારોને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે તો સામે વરાછા અને ઉધના ઝોનમાં એક-એક વિસ્તાર હાઇરિસ્ક ઝોન જાહેર કરવાની તંત્રની ફરજ પડી છે. આ વિસ્તારો રેડઝોન અને હાઇરિસ્ક ઝોનમાં લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા માટે પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી હતી.
સુરતમાં કોરોના બન્યો બેકાબુ!
શહેરના રાંદેર ઝોનમાં કોરોનાના 392 કેસ નોંધાયા હતા જ્યારે અઠવા ઝોનમાં 382 કેસ નોંધાયા હતા. તો લીંબાયતમાં 247 કોરોનાના કેસ અને ઉધનામાં 188 કોરોના કેસ સામે આવ્યા હતા. kyare સેન્ટ્રલ ઝોનમાં 110 કોરોનાના કેસ, વરાછા એ ઝોનમાં 120 કોરોનાના કેસ, વરાછા બી ઝોનમાં 72 કોરોનાના કેસ, કતારગામમાં 167 કોરોનાના કેસ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.