ગ્રીષ્માકાંડનો આરોપી ફેનિલ ગોયાણી હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે, સરકારી વકીલે 5 દિવસ ના રિમાન્ડ ની માગણી કરી હતી છે, અને તેને ધ્યાનમાં રાખી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આવતી 19 ફ્રેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ હત્યા કાર્ય બાદ તેના મિત્ર ને ફોન કર્યો હતો, ‘કે મેં ગ્રીષ્માની હત્યા કરી નાખી છે.’ સાથોસાથ જાણવા મળ્યું છે કે, માસ્ટર માઈન્ડ ફેનિલ બધી તૈયારી કરીને ગ્રીષ્માની હત્યા કરવા પહોચ્યો હતો. તે સાથે બેગમાં એક નહિ પરંતુ બે બે છરી લઇ ગયો હતો.
રિમાન્ડના મુદ્દાઓ…
(1) આ કામના આરોપીએ ગુનો કરવામાં બે મોટા છરાનો ઉપયોગ કર્યો છે. તે પૈકી એક છરો ક્યાંથી કોની પાસે અને કેવી રીતે મળ્યો? તે બાબતે ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે.
(2) આ કામે ગુનો કરવામાં હાલના આરોપી ઉપરાંત અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ? તે અંગે આ આરોપીને સાથે રાખી ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની ખાસ જરૂર…
(3) આરોપી અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ? તે દિશામાં તપાસ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત
(4) આ કામે આરોપીને સાથે રાખી ઘટના અંગેનું રીકંસટ્રકશન પંચનામુ કરવાનું હોય આરોપીની હાજરીની જરૂરીયાત
(5) આ કામે આરોપી ગુનો કર્યા બાદ સાહેદ સાથે મારેલી વાતચીતનું રેકોડીંગ થયેલું હોય, જેથી વોઇઝ સ્પેકટ્રોગ્રાફી કરવા અર્થે સાહેદ તથા આરોપીને ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઇ જઇ વોઇઝ સેમ્પલ લેવડાવવા હાજરીની જરૂરીયાત
(6) આરોપીની ઓળખ માટે સાયન્ટીફીક પુરાવા મેળવવા આરોપીની હાજરીની જરૂરીયાત
(7) આ કામના આરોપી પોલીસ પધ્ધતિથી વાકેફ હોય અને હકીકત છુપાવતો હોય તેમજ આરોપીને ઇજા થઇ હોય, યુકતિ પ્રયુકતિ પુર્વક ગુનાને લગતી ઝીણવટ ભરી પુછપરછ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.