કેવો કળયુગ આવ્યો ભગવાન! ૩૫ વર્ષ મોટા આધેડના પ્રેમમાં ભાન ભુલી 23 વર્ષની છોકરી, કરી બેઠી એવું કે…

ફાર્માસ્યુટિકલ કંપની ક્રેસો ફાર્મા એ ચેરમેન ડૉ. જેમ્સ ઇલિંગબોર્ડને તેમના પદ પરથી હટાવી દીધા છે. 58 વર્ષીય જેમ્સ 23 વર્ષની છોકરી બ્રિટ્ટેની ક્વેલે સાથેના સંબંધોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. એવું માનવામાં આવે છે કે તેણે ટિકટોક(Tiktok) પર પોસ્ટ કરેલા વીડિયોએ કંપનીની છબીને નુકસાન પહોંચાડ્યું છે. આ કારણસર જ્હોનને નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

જેમ્સ અને બ્રિટ્ટેની બંને નિયમિતપણે @agegap50 @agegap35 ચેનલ પરથી Tiktok પર તેમના વીડિયો અપલોડ કરે છે. આમાંથી ઘણા વીડિયોને 1.5 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. એક વીડિયોમાં જેમ્સ બ્રિટની પર $50 અને $100ની નોટ ફેંકતા જોવા મળે છે. બીજા વિડિયોમાં કપલ ઉંમરના અંતર વિશે ચર્ચા કરી રહ્યું છે. જેમ્સ વીડિયોમાં કહી રહ્યો છે, ‘ઉંમરનું અંતર ઘણું છે, પરંતુ હું હંમેશા કહું છું કે પ્રેમ તો પ્રેમ છે.’

અન્ય એક વીડિયોમાં જેમ્સ કહી રહ્યો છે કે તેની ચાર દીકરીઓ બ્રિટની વિશે શું વિચારે છે. જેમ્સ કહે છે, ‘બે પુત્રીઓ તેમની સાથે સારી રીતે રહે છે. અને એક પુત્રી તેને મારી નાખવા માંગે છે, જે યોગ્ય નથી. તમે (બ્રિટની) કહેવાને લાયક નથી. ઘણા વીડિયોમાં કપલ એકબીજા સાથે સહમત થતા નથી. ઘણા વીડિયોમાં જેમ્સ બ્રિટની સાથે એ વાત પર લડી રહ્યો છે કે તે વધુ પડતો ખર્ચ કરે છે. જેમ્સ કહી રહ્યા છે કે તમે કહ્યું હતું કે તમારા 1 લાખ 30 હજાર રૂપિયા ખર્ચ થશે, પરંતુ તમે 4 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

ડૉક્ટર જેમ્સ પણ એક વીડિયોને લઈને વિવાદોમાં આવ્યા હતા. તેણે આ ટિકટોક વીડિયોમાં કહ્યું કે અમને ચાઈનીઝ પસંદ નથી. જોકે, ક્રેસ્કો ફાર્માએ તેમને હટાવવાનું કારણ નથી જણાવ્યું, પરંતુ માનવામાં આવે છે કે તેમના વીડિયોના કારણે તેમને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. કંપનીએ જેમ્સનો તેમની સેવા બદલ આભાર પણ માન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *