લોકડાઉનમાં ન પહોંચી શક્યા સંબંધીઓ, મુસ્લિમોએ અર્થી ઉપાડી કર્યા અંતિમ સંસ્કાર

જ્યાં કોરોનાવાયરસ ને લઇને દુનિયાભરમાં જંગ ચાલી રહી છે તો દેશમાં પણ લોકોને કોરોનાવાયરસ નો ડર સતાવી રહ્યો છે. લોકો જીવતા જ નહીં પરંતુ મૃત્યુ…

જ્યાં કોરોનાવાયરસ ને લઇને દુનિયાભરમાં જંગ ચાલી રહી છે તો દેશમાં પણ લોકોને કોરોનાવાયરસ નો ડર સતાવી રહ્યો છે. લોકો જીવતા જ નહીં પરંતુ મૃત્યુ બાદ પણ કોરોના સંક્રમણના ડરથી નજીક નથી આવી રહ્યા. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે લાશને ઉપાડવા માટે ચાર લોકો પણ સામે નથી આવી રહ્યા. એવામાં lockdown માં સમસ્યા વધારે વધી ગઈ છે.

આ મામલો ઉત્તર પ્રદેશના બુલંદ શહેર માં સામે આવ્યો છે. જ્યાં lockdown દરમિયાન મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ હિન્દુ વ્યક્તિની અર્થીને કંધી આપી છે અને અંતિમ સંસ્કાર પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમજ લોકોનું કહેવું છે કે આ હિંદુ-મુસ્લિમ એકતાની મિશાલ છે.

રામ નામ સત્ય હૈ…આ કથન હિન્દુ સમાજમાં અંતિમ સંસ્કાર સમયે અર્થી લઇ જતી વખતે કહેવામાં આવે છે પરંતુ વીડિયોમાં જોવામાં આવે છે કે તેમાં તમામ મુસ્લિમ યુવકો છે જે રામ નામ સત્ય બોલી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મરનાર વ્યક્તિનું નામ રવિશંકર હતું. તે બુલંદ શહેર ના આનંદવિહાર ના રહેવાસી હતા.બે દિવસ પહેલા જ રવિશંકરનું કેન્સરથી પીડિત હોવાના કારણે મૃત્યુ થયું હતું. તેના પરિવાર વાળા અને દૂરના સંબંધીઓને, મિત્રોને અને આજુબાજુમાં જાણ કરવામાં આવી. Lockdown હોવાના કારણે તેના પરિજનો ન આવી શક્યા. લાશને સ્મશાન સુધી પહોંચાડવા માટે કોઈ ન હતું.

જ્યારે મુસ્લિમ સમાજના લોકોને આ વાતની જાણકારી મળી તો તેઓ પરિવાર વાળાઓને દિલાસો આપવા માટે પહોંચ્યા. સાથે જ તેમણે મૃતકની નનામી બનાવી અને પાર્થિવ શરીરને મુસ્લિમ સમાજના યુવકો અને વૃદ્ધોએ ખભે ઉપાડી સ્મશાન સુધી પહોંચાડી. રસ્તામાં રામનામ સત્ય પણ બોલ્યા અને સ્મશાનમાં જઈને રીતસર હિન્દુ રીતિ રિવાજથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

મૃતકના પુત્રનું કહેવું છે કે ઘણા લોકોએ તેમનો સહયોગ કર્યો અને આ અમારા સમાજની એકતા માટે એક સારી વાત છે. તેમજ બીજી તરફ પડોશી ઝુબેરનું પણ કહેવું છે કે સમાજમાં એકબીજાના સાથ સાથે ચાલવું જોઈએ અને ધર્મના આધારે ભેદભાવ ન કરવો જોઈએ.

સ્મશાન ઘાટ પર એક મુસ્લિમ સમાજના વૃદ્ધ નું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી સમાજમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે વેર વાળા રાજકીય નિવેદનો સામે આવ્યા છે પરંતુ આ તસવીરોથી સાબિત થાય છે કે ભારતીય સંસ્કૃતિમાં ગંગા યમુના ની જોડ પણ શામેલ છે. હિન્દુ વ્યક્તિની અડધી ને ઉપાડવા માટે મુસ્લિમ સમાજના લોકો તેને પોતાની ફરજ સમજે છે.તેમનું કહેવું છે કે તે ભારતવાસી છે અને કોઇની સાથે પણ ભેદભાવમાં તેઓ નથી માનતા.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *