સતત બીજા દિવસે ઉકાઈ ડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડાતાં બન્ને કાંઠે તાપી વહી- ડ્રોનમાં કેદ થયો નયનરમ્ય નજારો

સુરત: છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે પણ થોડા દિવસ અવિરત પડેલ વરસાદ (Rain) ને લીધે ઉકાઈ (Ukai) ના ઉપરવાસમાં પણ વરસાદનું પ્રમાણ ઘટતું…

સુરત: છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે પણ થોડા દિવસ અવિરત પડેલ વરસાદ (Rain) ને લીધે ઉકાઈ (Ukai) ના ઉપરવાસમાં પણ વરસાદનું પ્રમાણ ઘટતું ગયું છે. જો કે, ઉકાઈ ડેમમાં પાણી (Water) ની આવક 2,07,249 ક્યુસેક જેટલી નોંધાઈ હતી. ડેમની સપાટીમાં વધારો થઈને 342.20 ફૂટે પહોંચી હતી.

ડેમની સપાટી જાળવી રાખવા માટે આવકની સામે એટલું જ પાણી 2,07,249 ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું હતું. સુરતમાં તાપી નદી હાલમાં બન્ને કાંઠે વહી રહી છે કે, જેથી અડાજણ પાસેના રેવા નગરમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાંથી અમુક પરિવારનું સ્થળાંતર કરાયું હતું.

આની સાથે જરૂર જણાય ત્યાં અન્ય લોકોને પણ સ્થાળાંતર કરીને પાસેની જ સરકારી શાળામાં આશ્રય અપાયો હતો. બીજી બાજુ ખાડી પૂરની સ્થિતિ જણાઈ આવે તો ખાડી કિનારેથી લોકોને સલામત રીતે સ્થળાંતરિત કરવાની પાલિકાએ તૈયારી કરી હતી.

ઉકાઇ ડેમમાંથી જ્યારે પણ 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યારે સેન્ટ્રલ ઝોન તથા રાંદેર ઝોનના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. હાલમાં જયારે ઉકાઇ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે તે 2.72 લાખ ક્યુસેક છે તેમજ તેને લીધે રેવા નગરમાં પાણી ભરાઇ જતા દહેશત જોવા મળી હતી.

ઉપરવાસમાં વરસાદના વિરામ વચ્ચે હાલમાં 344 ફૂટ સુધી પહોંચેલ ઉકાઈ ડેમની સપાટી ફરીથી નીચે લઇ જવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સતત બીજા દિવસે ઉકાઇ ડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યું હતું. કોઝવેની સપાટીમાં દોઢ મીટરનો વધારો નોંધાયો હતો. કોઝવે 8.75 મીટર પહોંચતા તાપી પુન: બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી.

ડેમની સપાટી 344 ફૂટ નીચે લઈ જવાશે:
ઉકાઈ ડેમનાં ઇનફલોમાં ઘટાડો થઈને 87,000 ક્યુસેક થવા છતાં ડિસ્ચાર્જ સામાન્ય ઘટાડાની સાથે 1.39 લાખ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ઉપરવાસમાં વરસાદ નોંધાયો નથી. આગામી દિવસમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. પાણીની આવક શરુ રહેવાની શક્યતાને લઇ સપાટીને 344 ફૂટથી નીચે લઇ જવા આવક-જાવક એકસમાન કરવાની ગણતરી રહેલી છે.

હળવા વરસાદની આગાહી:
હથનુર ડેમની સપાટી 213.28 મીટર તથા ડિસ્ચાર્જ 24,000 ક્યુસેક રહેલું છે. સુરતનું તાપમાન 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી તથા નોર્થ-વેસ્ટ દિશાથી 6 કિમીની ગતિએ પવનો ફૂંકાયા હતા. આજે શહેરમાં હળવા વરસાદની આગાહી કરાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *