Reliance એ લોન્ચ કર્યો વિશ્વનો સૌથી સસ્તો 5G જીઓ સ્માર્ટ ફોન, આ તારીખથી આવશે બજારમાં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 14માં એજીએમમાં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન “જીયોફોન નેક્સ્ટ” લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ લોંચ કરવામાં આવેલા ફોન વિશે માહિતી આપી છે. તેમણે જણાવતા કહ્યું છે કે, હજુ પણ દેશમાં ૩૦ કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા નથી. આ ૩૦ કરોડ લોકો પાસે સાદો અને સરળ ફોન છે. લોકો આ સ્માર્ટફોન ખરીદી શકે તે માટે કંપનીએ જિયોફોન નેકસ્ટ લોન્ચ કર્યો છે.

લોંચ કરવામાં આવેલો jio phone આ વર્ષે ગણેશ ચતુર્થી એટલે કે ૧૦ સપ્ટેમ્બરના રોજ માર્કેટમાં આવશે. આ ફોનને રિલાયન્સે ગૂગલ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. સ્માર્ટફોનમાં શાનદાર એન્ડ્રોઇડ અપડેટ અને શાનદાર કેમેરો પણ મળશે. આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો છે.

ગયા વર્ષે રિલાયન્સ કંપનીએ ગૂગલ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ નવા સ્માર્ટ વિશે કહ્યું છે કે, અમારું આ પગલું જીઓ અને ગૂગલ સાથે મળી બનાવેલા એક નવા સસ્તા સ્માર્ટફોન ની સાથે શરૂ થાય છે. આ ફોન ભારત માટે બનાવવામાં આવ્યો છે. નવા લાખો યૂઝર્સ માટે સંભાવનાઓ ખોલશે, જે પ્રથમ વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરશે. Jio અને google cloud વચ્ચે નવી 5G ભાગીદારી એક અબજથી વધુ ભારતીયોને ઝડપી ઈન્ટરનેટ સાથે જોડવામાં ખૂબ જ મદદરૂપ થશે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવતા કહ્યું છે કે, 5G ઉપકરણોની એક સિરીઝ વિકસિત કરવા માટે અને 5G ઇકો સિસ્ટમ વિકસિત કરવા અમે વૈશ્વિક ભાગીદારોની સાથે ભેગા મળીને કામ કરી રહ્યાં છીએ. Jio ન માત્ર ભારતને 5G યુક્ત પણ કરી રહ્યું પરંતુ 2G મુક્ત કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *