બજારમાં આવી રહ્યો છે સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, કિંમત જાણી આંખે અંધારા આવી જશે

રિલાયન્સ જિયો આગામી થોડા દિવસમાં સમયમાં એક મોટો ધડાકો કરવા માટે જઈ રહી છે. જિયોના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવતાં કહ્યું હતું કે,…

રિલાયન્સ જિયો આગામી થોડા દિવસમાં સમયમાં એક મોટો ધડાકો કરવા માટે જઈ રહી છે. જિયોના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવતાં કહ્યું હતું કે, કંપની 5g સ્માર્ટફોનને કુલ 5,000 રૂપિયાથી નીચેના ભાવે લોન્ચ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે તથા આ ફોનનું વધારે વેચાણ થવા પર એની કિમત કુલ 3,000 રૂપિયા થઈ જશે.

આ યોજના અંતર્ગત, કંપની હાલમાં 2G કનેક્શન્સનો ઉપયોગ કરી રહેલ કુલ 30 કરોડ મોબાઇલ વપરાશકર્તાને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે. કંપનીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવતાં કહ્યું હતું કે, જિયો ઉપકરણોની કિંમત કુલ 5,000 રૂપિયાથી નીચે રાખવા માંગે છે. જ્યારે આપણે વેચાણમાં વધારો કરીએ છીએ ત્યારે એની કિંમત માત્ર 3,000 રૂપિયા થઈ શકે છે.

રિલાયન્સ જીયો એ આ સંદર્ભે મોકલેલ ઇમેઇલ્સનો ઉત્તર આપ્યો ન હતો. હાલમાં, ભારતમાં મળતા 5G સ્માર્ટફોનની કિંમત કુલ 27,000 રૂપિયાથી શરૂ થાય છે. જિયો એ સૌપ્રથમ એવી કંપની છે કે, જેણે ભારતમાં વપરાશકર્તાઓને મફતમાં 4G મોબાઈલ ફોન ઓફર કરવામાં આવી છે. આની હેઠળ, જિયો ફોન માટે માત્ર 1,500 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. ત્યારપછીથી પાછાં મળી શકે એમ હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ તથા મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભારતને 2g મુક્ત ( 2gજોડાણોથી મુક્ત ) બનાવવા માટે કંપનીની 43મી વાર્ષિક સામાન્ય સભામાં વાત કરી હતી તથા સૌથી સસ્તા 5G સ્માર્ટફોનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કંપની એના 5g નેટવર્ક સાધનો પર કાર્ય કરી રહી છે તથા DOT ને આ ઉત્પાદનોના પરીક્ષણ માટે સ્પેક્ટ્રમ ફાળવવા માટે જણાવ્યું છે. રિલાયન્સ જીયોની વિનંતી અંગે સરકારે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતમાં હાલમાં 5g સેવાઓ ચાલુ થઈ શકી નથી તથા સરકારે 5G ટેક્નોલોજીના પરીક્ષણ માટે ટેલિકોમ ઓપરેટરોને સ્પેક્ટ્રમ ફાળવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *