Jioએ તેના ગ્રાહકોને આપી દિવાળીની સૌથી મોટી ઓફર, જાણીને રાજીના રેડ થઇ જશો

જિયોએ જીઓફોન દિવાળી ઓફરની જાહેરાત કરી દીધી છે. જેમાં તમે માત્ર 699 રૂપિયામાં જ JioPhone 2 ની ખરીદી કરી શકો છો. જો કે, JioPhone 2…

જિયોએ જીઓફોન દિવાળી ઓફરની જાહેરાત કરી દીધી છે. જેમાં તમે માત્ર 699 રૂપિયામાં જ JioPhone 2 ની ખરીદી કરી શકો છો. જો કે, JioPhone 2 ની કિંમત માત્ર 1500 રૂપિયા છે. સાથે-સાથે કંપનીએ જણાવ્યું છે કે તેના માટે તમારે કોઇ જૂનો ફોન એક્સચેન્જ કરવાની પણ જરૂર નહીં પડે.

JioPhone 2 માત્ર 699 રૂપિયામાં મળી રહ્યો છે એટલે કે તમે તમારા 800 રૂપિયા બચાવી શકો છો. JioPhone 2 એક ફીચર ફોન છે. સાથે-સાથે તેમાં ગૂગલ, યૂટ્યૂબ અને વોટ્સએપ જેવી એપ્લીકેશન પણ ચલાવી શકો છો. ખાસ કરીને તેમાં ફેસબુક જેવી એપ્લીકેશન પણ ચલાવી શકો છો. કંપનીએ આ ફોનને સ્માર્ટ ફીચર ફોનની બ્રાંડિંગની સાથે લૉન્ચ કર્યું હતું.

Diwali 2019 Offer અંતર્ગત JioPhone 2 ખરીદનાર કસ્ટમર્સને કંપની 700 રૂપિયાનો ડેટા પણ આપશે. જો કે, તેના માટે તમારે રિચાર્જ કરાવવું પડશે. પહેલા 7 રિચાર્જ બાદ જિયો તરફથી કસ્ટમર્સના એકાઉન્ટમાં 99 રૂપિયાનો ડેટા એડ કરી દેવામાં આવશે.

700 રૂપિયાના ડેટા એડિશનલ છે એટલે કે તમારે ડાયરેક્ટ 700નો ડેટા નહીં મળે. તેના માટે તમારે તમારા ફોનને રિચાર્જ કરાવવો પડશે, ત્યારથી 99 રૂપિયાનો ડેટા એકાઉન્ટમાં એડ કરવામાં આવશે અને અગાઉ 7 રિચાર્જ માટે લાગૂ રહેશે.

જિયોએ સાથે-સાથે જણાવ્યું છે કે JioPhone પર 800 રૂપિયાની બચત અને 700 રૂપિયાનો ડેટા તમામ જિયો ફોનની ખરીદી પર મળશે. કુલ વપરાશકર્તાને 1500 રૂપિયાનો મોટો ફાયદો મળશે. JioPhone 2 ના ફીચર્સની વાત કરીએ તો તેમાં 2.40 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 515MB રેમ છે અને તેમાં ઈન્ટરનલ મેમોરી 4GB ની છે. આ ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

JioPhone 2 ની બેટરી 2000mAhની છે અને આ કોઇ KAI OS પર ચાલે છે. સેલ્ફી માટે 0.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. તેમાં સ્માર્ટફોમાં માઇક્રો એસડી લગાવીને મેમરી પાવર વધારી શકાય છે.

JioPhone 2માં કનેક્ટિવિટી માટે વાઇફાઇ, જીપીએસ, એનએફસી અને એફએમ રેડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન QWERTY કીબોર્ડવાળો છે અને તેમાં ગૂગલ આસિસ્ટેંટને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં એક ડેડિકેટેડ કરી છે, જેણે પ્રેસ કરીને ગૂગલ આસિસ્ટેંટ એનેબલ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *