ભાજપ ઉમેદવાર એ જાહેર સભામાં કહ્યું: જો કોઈ વોટ ન આપે તો તેની જગ્યાએ તમે બોગસ વોટીંગ કરજો

Published on: 6:08 am, Sun, 21 April 19

ઉત્તર પ્રદેશના બદાયુ માં ભાજપના લોકસભા ઉમેદવાર સંઘમિત્રા મૌર્યનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ તેમના સમર્થકોને કથિત રીતે બોગસ વોટીંગ કરવાની પ્રેરણા આપી રહ્યા છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સંઘમિત્રા મોરિયા એક જનસભામાં પોતાના કાર્યકરોને સંબોધિત કરતા દેખાઈ રહ્યા છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે જો વ્યક્તિ હાજર ન હોય તો તેના નામનું વોટીંગ તમે ચૂપચાપ કરી આવજો પણ વોટ તો ભાજપ માં કરાવજો.

હાંસી ચિચિયારીઓ ની વચ્ચે સંઘમિત્રા કહે છે કે, એક પણ પણ વોટ બાકી રહેવો ના પડે ભલે બોગસ વોટીંગ કરવું પડે. જે લોકો બહાર ના આવે જે લોકો અહીં હાજર નથી. તેમના નામના ઓફ પણ તમે નાખી દેજો આવું બધું ચૂંટણીઓમાં ચાલતું રહે છે.

સાથે સાથે તેઓએ કહ્યું કે ચૂંટણી ની રસીદ માંથી વોટ કરજો મોકો મળે તો બીજી વખત પણ વોટિંગ કરી દેજો. બને ત્યાં સુધી વ્યક્તિને હાજર કરીને વોટ કરી આવજો અને જો હાજર ન હોય તો ચોરીછૂપીથી વોટ કરી નાખજો.

વિડીયો વાયરલ થતા ની સાથે સંઘમિત્રા બરાબર ફસાઈ ગયા હતા. અને લુલો બચાવ કરતા કહ્યું કે, આ વિડીયો એડિટ કરીને બધા વાયરલ કરી રહ્યા છે. હું કોઈને પણ બોગસ વોટિંગ માટે પ્રોત્સાહિત ન કરું. જે મેં કહ્યું છે તેને ખોટી રીતે દેખાડવામાં આવ્યું છે અને વિડીયો એડિટ કરવામાં આવ્યો છે.

જિલ્લા અધિકારી દિનેશકુમાર સિંહનો સંપર્ક કરવા પર તેમણે કહ્યું કે, હાલમાં તેમને વિડીયો ની કોઈ જાણકારી નથી અને આ મામલે ફરિયાદ આવશે તો જરૂર કાર્યવાહી કરીશું. ઉલ્લેખનીય છે કે, સંઘમિત્રા ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી swami પ્રસાદ મોર્ય ની દીકરી છે અને તેઓ પહેલા પણ આવા વિવાદિત બયાન ને લઈને સમાચારમાં ચમકી ચુકી છે. આ પહેલાં એક વખત સંઘમિત્રા એ કહ્યું હતું કે, તમે મને આશીર્વાદ આપો જો તમારી વચ્ચે કોઈ ગુંડાગિરી કરવા આવે તો હું તમારા સન્માન, સ્વાભિમાન સાથે કોઈ દિવસ છેડછાડ નહીં થવા દઉં. જો કોઈ ગુંડા તત્વો છેડછાડ કરવા આવશે તો હું સંઘમિત્રા ગુંડી બની જઈશ.