મેક્સિકો સિટીમાં હાથીઓના પૂર્વજોના અવશેષ મળ્યા છે. આ અવશેષ એ જીવના છે જે વર્ષો પહેલા હાથીઓ ની જેમ ઝૂંડમાં રહેતા હતા.તેના અવશેષ મેક્સિકો સિટીમાં એ જગ્યાએથી મળ્યા છે જ્યાં એક નવા એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત આ જગ્યાએ અન્ય જીવો અને મનુષ્યોના હાડકાઓ મળ્યા છે.
મેક્સિકો સિટીમાં એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. એટલા માટે ઘણી જગ્યાઓ પર પાયો નાખવા માટે ખોદકામ ચાલી રહ્યું છે. આવી જ એક ખોદકામ વાળી જગ્યાએ 60 મૈમથ ના અવશેષ મળ્યા છે.આ એરપોર્ટ મેક્સિકો સિટી થી લગભગ 50 કિલોમીટરની બહાર તરફ બની રહ્યું છે.
મેક્સિકોના ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી એન્ડ હિસ્ટ્રી એ કહ્યું કે નિર્માણ સ્થળ પર જે અવશેષો મળ્યા છે તે લગભગ ૧૫ હજાર વર્ષ જૂના છે. જે જગ્યા પર અવશેષ જ મળ્યા છે ત્યાં એરપોર્ટનું કંટ્રોલ ટાવર બનનારું છે.
A team of archaeologists working near Mexico City has discovered the remains of more than 60 mammoths at the city’s future airport. https://t.co/YYP0xJUITo
— DW News (@dwnews) May 22, 2020
એરપોર્ટના નિર્માણ જ્યાં થઈ રહ્યું છે ત્યાં નીચે એક તળાવ નીચે દબાયેલું હતું. જે મેક્સિકન બેસીન નો એક ભાગ હતું. પ્રી કોલંબિયા સભ્યતામાં આ વિસ્તાર એક જાણીતું નામ હતું.
આ દરમ્યાન આ જગ્યા ઉપર વિશાળ હાથીઓ નો શિકાર થતો હતો. પરંતુ થોડા સમય બાદ આ તળાવ સુકાઈ ગયું. ત્યારબાદ અહીંયા મૈમથ ના અવશેષો મળવા લાગ્યા અને આર્કિયોલોજીસ્ટ ખનન નું કામ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news