સુરત(ગુજરાત): ડોન લાલુ જાલિમનો “યુપી કા ડોન”નો વીડિયો વોટ્સએપ સ્ટેટસ પર મુકનાર અમરોલીના પુત્રને પિતાએ ઠપકો આપતા પુત્રને ખોટું લાગી જતા ગળેફાંસો ખાય લીધો હોવાની ઘટના બની છે. આપઘાત કરનાર યુવકનું નામ ડેનિલ પટેલ હતું. જે વિજય ડેરીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
દીકરાનું હંમેશા ભલું ઈચ્છતા પિતાએ બદમાશોથી દુર રહેવાની આપેલી સલાહે આખા પરિવારને રડતો કરી દીધો છે. અડાજણ પોલીસ મૃતક યુવકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ શરુ કરી છે. તપાસ દરમિયાન અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, અડાજણ-પાલના મોટી ફળિયામાં મૃતલ ડેનિલ સંજયભાઇ પટેલ રહેતો હતો. માતા-પિતા અને એક બહેનનો લાડકો ભાઈ હતો.
પ્રખ્યાત વિજય ડેરીમાં કામ કરીને ડેનિલ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રવિવારની સાંજે ડેનિલ પોતાના જ ઘરના બીજા માળે રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં માસીને દેખાય જતા માસીએ બુમાબુમ કરી દીધી હતી. મિત્રોએ દોડીને ડેનિલને નીચે ઉતારી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મિત્રોએ જણાવ્યું હતું કે, ડેનિલ મહેનતુ અને સીધો હતો. હાલમાં ડેનિસે બનારસથી પકડાયેલ અમરોલીના કુખ્યાત બદમાશ લાલુ જાલિમનો એક વીડિયો “યુપી કા ડોન આયા”નો વીડિયો એના મોબાઈલના વોટ્સએપ સ્ટેટસ પર મુક્યો હતો. જેના પર તેના પિતાની નજર પડી હતી. આ બાબતે ડેનિસને પિતાએ ઠપકો આપી સ્ટેટસ બદલવા કહ્યું હતું. આ વાતનું ખોટું લાગી જતા ડેનિલે આપઘાતનું પગલું ભર્યું હતું. અડાજણ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.