ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધીમું પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે. આ દરમિયાન, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ…

ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધીમું પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે. આ દરમિયાન, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાણી સંભાવના છે. જે અનુસંધાને આજે એટલે કે 13 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અનો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

આ દરમિયાન, 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વીજળીના કડાકા અને ભડાકા પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક પંથકમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી બાજુ જાણવા મળ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહીને પગલે NDRFની ટીમો વલસાડ પહોંચી છે. એનડીઆરએફની ટીમો દ્વારા અધિકારીઓ સાથે નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી છે.

13મી જુલાઈની આગાહી:
મળતી માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ દમાણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના પાટણ, અરવલ્લી મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત અરવલ્લી, અમદાવાદ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, બોટાદ, કચ્છ અને ભાવનગર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી અંતર્ગત વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે.

24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ:
જણાવી દઈએ કે, 13 જુલાઈના રોજ સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના માંગરોળમાં 86 મી.મી. નોંધાયો છે. ખાંભા 38 મી.મી., ઉમરગામમાં 73 મી.મી., માંગરોળ (જૂનાગઢ) 58 મી.મી., સાપુતારા 58 મી.મી., ચોર્યારી 44 મી.મી., વેરાવળ 45 મી.મી., વિસાવદર મી.મી., 43, મહુવામાં 26 મી.મી., અંકલેશ્વર 43 મી.મી., ગોંડલ 28 મી.મી., વાલિયા 40 મી.મી., માળિયા 34 મી.મી., હાંસોલ 33 મી.મી., કવાંટ 32 મી.મી., રાણાવાવ 30 મી.મી., રાણપુર 28 મી.મી., વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *