ગાડી કે સ્કૂટર પર તિરંગો લગાવવાની ન કરતા ભૂલ, નહિતર થઇ શકે છે 3 વર્ષની જેલ

જો વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર 26 જાન્યુઆરી(26th January)ના રોજ ગણતંત્ર દિવસ(Republic Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ વર્ષે આપણે 74મો ગણતંત્ર દિવસ(74th Republic Day) ઉજવી રહ્યા છીએ. જેને લઈને શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન ધ્યાનમાં રાખો કે આપણે એવી ભૂલ ન કરીએ કે આપણે ખુદ જ મુશ્કેલીમાં મુકાઈ જઈએ. એટલા પોતાના વાહનોમાં તિરંગો લગાવનાર લોકોએ વધુ સાવધાન રહેવું જોઈએ. આ એક ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે, વાહનો પર ધ્વજ લગાવવો કેટલો યોગ્ય અને અયોગ્ય છે.

જણાવી દઈએ કે એક વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે, વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવો એ તિરંગાનું અપમાન છે. રાષ્ટ્રધ્વજને વાહનો પર ના લગાવી શકાય. કારણ કે, વાહનની આગળ કે પાછળ લગાવવાને રાષ્ટ્રધ્વજનું અપમાન માનવામાં આવે છે. જો તમે પણ આવી ભૂલ કરતા હોવ તો સાવધાન રહેજો, કેમ કે આવા લોકો સામે પોલીસ ચોક્કસ પગલાં લેવામાં આવશે.

જો કોઈ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે તો તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે જેલ અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે. ધ્વજની લંબાઈ અને પહોળાઈ આપેલ માપ અનુસાર હોવી જરૂરી છે. એટલા માટે આપણે આપણા રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ સન્માન આપતા સમયે દરેક વસ્તુની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.

અમે તમને જણાવી દઈએ કે, દરેક સામાન્ય વાહન પર તિરંગો ફરકાવવામાં આવતો નથી. આ તિરંગો ફરકાવવાની પરવાનગી બંધારણ અનુસાર, અમુક લોકોને જ આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્રશાસિત પ્રદેશોના નાયબ રાજ્યપાલ, પ્રધાનમંત્રી, કેબિનેટ મંત્રી, કેન્દ્રીય રાજ્યમંત્રી, વિદેશમાં નિયુક્ત ભારતીય દૂતાવાસના કાર્યાલયના પ્રમુખ જેવા લોકોના વાહનોને પરવાનગી આપવામાં આવે છે.

આ સાથે, લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ, રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો અને દેશમાં હવાઈ મુસાફરી દરમિયાન રાષ્ટ્રપતિને તેમના વિમાનમાં તિરંગો લહેરાવી શકાય છે. આ સિવાય કોઈને પણ વાહનમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની છૂટ આપવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *