74માં ગણતંત્ર દિવસની બોટાદમાં ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન- બોટાદને મળી આ મોટી ભેટ

ગુજરાત(Gujarat): રાજ્યના બોટાદ(Botad) જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિન(74th Republic Day)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદમાં પહેલી વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ પ્રજાસત્તાક દિન નિમિતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય(Devvrat Acharya) ઉપસ્થિત રહ્યા છે. 26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનાર પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં હાજરી આપી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ઉપસ્થિત રહ્યાં હતા અને ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે અનેક ભેટ બોટાદને આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પર્વ દરમિયાન યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદ જિલ્લાને વિશેષ ભેટ આપી હતી. 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન આ જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકારે પાંચ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અઢી કરોડ રૂપિયા આ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા નગરોના વિકાસકામો માટે જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવશે. ગ્રામ પંચાયતો-ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામો માટે અઢી કરોડ રૂપિયા જિલ્લા વિકાસ અધિકારીને ફાળવવામાં આવશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજવંદન
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ખાતે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ગુજરાતવાસીઓને 74માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણામાં તો મંત્રી પરસોતમ સોલંકી અમરેલી ખાતે અને મંત્રી બચુભાઇ ખાબડ ખેડામાં અને મંત્રી પ્રફુલ પાનસીરિયા કચ્છમાં તેમજ મંત્રી ભિખુસિંહજી પરમાર દ્વારા સાબરકાંઠામાં 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મંત્રી કુંવરજી હળપતિ ભરૂચમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરતા ધ્વજ વંદન કરીને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી:
પીએમ મોદીએ કહ્યું, “પ્રજાસત્તાક દિવસની ઘણી શુભકામનાઓ. આ વખતે આ અવસર એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે અમે એકજૂટ થઇને આગળ વધીએ, બસ આ જ ઈચ્છા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *