તિહારમાં બંધ Satyendra Jain નો વધુ એક વીડિયો સામે આવ્યો- જોઇને કહેશો જેલમાં છે કે ફાઈવસ્ટાર હોટલમાં…

તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) નો વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વિડિયો 12મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાનો છે. આ વીડિયોમાં…

તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) નો વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વિડિયો 12મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાનો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલની અંદર ઘરની જેમ મહેમાનોને મળી રહ્યા છે. Satyendra Jain સાથે તેની કોટડીમાં 3 કેદીઓ બેઠા છે અને બધા વાતો કરી રહ્યા છે.

ત્યારપછી જેલ નંબર 7 ના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર આવે છે અને રૂમમાં હાજર અન્ય 3 કેદીઓ રૂમમાંથી બહાર નીકળી જાય છે. સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ આપવા બદલ અજીત કુમારને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ, સત્યેન્દ્ર જૈન તેમના સેલની અંદર એક વ્યક્તિ દ્વારા મસાજ કરતા અને અન્ય કેદીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

આ સિવાય એક વીડિયોમાં Satyendra Jain એ જેલમાં ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કર્યા બાદ ફ્રુટ સલાડ ખાતા જોવા મળ્યા હતા. AAPએ તે વીડિયો પર દાવો કર્યો હતો કે, આ “ફિઝિયોથેરાપી સેશન” હતા. સત્યેન્દ્ર જૈનના ડૉક્ટરે તેમની કરોડરજ્જુની સર્જરી બાદ આ સૂચન કર્યું હતું. સત્યેન્દ્ર જૈનનો “માલીશ કરનાર” એક કેદી હતો અને તેણે પોતાની જ પુત્રી પર દુષ્કર્મ કર્યો હોવાના દાવો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *