ગુજરાતભરમાં ઉઠી પરિવર્તનની લહેર- ઠેરઠેર ભાજપના ઉમેદવારોનો થઇ રહ્યો છે વિરોધ! લોકોએ એવું એવું સંભળાવ્યું કે…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી આવે એટલે નેતાઓ વોટ માંગવા માટે આવી જાય છે. પરંતુ એક વખત ચૂંટણી જીત્યા બાદ ફરકતા પણ નથી. તેને કારણે અનેક મુશ્કેલીઓથી પીડાતા મતદારો(voters) ચૂંટણી આવે એટલે ઉમેદવારો પર રોષ ઠાલવતા નજરે ચડે છે. ત્યારે આ પ્રકારનો કડવો અનુભવ ગઈકાલે અમદાવાદ(Ahmedabad)ના અમરાઈવાડી(Amraiwadi) વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ(BJP) ઉમેદવાર હસમુખ પટેલ(Hasmukh Patel)નો પ્રચાર કરવા નીકળેલા આગેવાનોને થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહત્વનું છે કે, પાંચ વર્ષમાં પૂર્વ ધારાસભ્ય દેખાયા ન હોવાના આક્ષેપ સાથે બોલાચાલી શરુ થઈ ગઈ હતી. સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ ન આવવાને કારણે જનતાએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, 5 વર્ષે દેખાયા છો, અમે તમારાથી થાકી ગયા છીએ. જેથી પ્રચાર પડતો મૂકીને કાર્યકર્તાઓને ત્યાંથી જવું પડ્યું હતું. ભાજપના વિરોધનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

વલસાડમાં પણ ભાજપના ઉમેદવારનો થયો વિરોધ:
જો વાત કરવામાં આવે તો વલસાડના કપરાડામાં ચાવશાલા ખાતે પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં તેમની સ્થાનિક ગ્રામીણ બોલીમાં લોકો તેમને ઘેરી લીધા હતા. લોકોએ કહ્યું હતું કે, પાંચ વર્ષે દેખાયા છો. પ્રાથમિક સુવિધાને લઈને લોકોએ પ્રશ્નો ઉભા કરતા વાતાવરણ થોડા સમય માટે તો ઉગ્ર બની ગયું હતું. જેથી જીતુ ચૌધરીએ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.

અમરેલીમાં ભાજપના ઉમેદવારને સભા અધૂરી છોડીને ભાગવુ પડ્યું:
ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા નો ગામમાં જેવો પ્રવેશ થયો તેવો જ લોકો તેમને ઘેરી વળ્યા હતા. જેને કારણે જેવી કાકડિયા ને અધુરી સભા છોડીને જવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં હંમેશા ભાજપ માટે કપરા ચઢાણ રહ્યા છે. આટલું જ નહીં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો સાથ મળતો રહ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાજપ માટે હંમેશા મુશ્કેલ સાબિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *